આ ટિપ્સ ફોલો કરશો તો થઇ જશે નોર્મલ ડિલિવરી, પ્રેગનન્ટ વુમન ખાસ જાણે

આજે અનેક છોકરીઓ સિઝરિયન ડિલિવરી કરાવતી હોય છે, મોટાભાગની છોકરીઓ નોર્મલ ડિલિવરી કરાવતી હોતી નથી. જો કે આજના આ સમયમાં પણ અનેક પેરેન્ટ્સ પોતાની છોકરીઓની નોર્મલ ડિલિવરી થાય એવું ઇચ્છતા હોય છે. આમ, જો તમે પણ એવું ઇચ્છો છો કે તમારી ડિલિવરી નોર્મલ થાય તો આ ટિપ્સ તમારા માટે ખૂબ કામની છે. પ્રેગનન્સી દરમિયાન તમે આ ટિપ્સ ફોલો કરશો તો તમારી ડિલિવરી નોર્મલ થવાના ચાન્સિસ વધી જાય છે.

  • તમારે નોર્મલ ડિલિવરી કરાવવી હોય તો તમે રોજ સવારમાં સરળ કસરત કરો. આ કસરત તમે સારા કોઇ યોગા ટીચર પાસેથી શીખો અથવા પ્રેગનન્સી સમયે થતા યોગા પણ તમે કરી શકો છો.
  • તમને જ્યારથી એમ ખ્યાલ આવે કે તમે પ્રેગનન્ટ છો તો ત્યારથી પોષણવાળો ખોરાક ખાવા લાગો. ખોરાકમાં પૂરતું પોષણ હોવાથી તમને અને ગર્ભમાં રહેલા બાળકને અનેક રીતે ફાયદો થાય છે. આ સાથે જ બહારનું ખાવાનું ટાળો. બહારનો ખોરાક તમારા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે.
  • સ્ટ્રેસ ફ્રી રહો. જો તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો એનાથી ગર્ભમાં રહેલા બાળક અને માતા એમ બન્ને નુકસાન થાય છે. આ સમયગાળા દરમિયાન નાની-નાની વાતોમાં ટેન્શન લેવાનું છોડી દો. ટેન્શન લેવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થાય છે.
  • પ્રેગનન્સી સમયમાં તમે બને એમ વધારે પાણી પીવો. પાણી પીવાથી લાસ્ટ મુમેન્ટ સુધી પાણી ઓછુ થવાના ચાન્સિસ રહેતા નથી. જો તમે પાણી ઓછુ પીવો છો તો પણ તમારે સિઝરિયન ડિલિવરી કરાવવાની થાય છે.
  • પ્રેગનન્સી સમયમાં રોજ તમે પ્રાણાયમ કરો. પ્રાણાયામ કરવાથી તમારું મન શાંત રહે છે અને ગર્ભમાં રહેલા બાળકને પણ ફાયદો થાય છે. દરરોજ પ્રાણાયામ કરવાથી નોર્મલ ડિલિવરી થવાના ચાન્સિસ વધી જાય છે. જો તમે નોર્મલ ડિલિવરી થાય એમ ઇચ્છો છો તો રોજ પ્રાણાયમ કરો.