તમને થાઇરોઇડ છે? તો હોર્મોન્સને સંતુલિત કરવા પીવો આ ડ્રિંક, રાહત થશે

આજકાલની ખરાબ લાઇફસ્ટાઇલને કારણે ડાયાબિટીસ, થાઇરોઇડ અને વજન વધવું એ એક સામાન્ય સમસ્યા બની ગઇ છે. મોટાભાગના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને થાઇરોઇડ આ દિવસોમાં લોકો માટે મોટી બીમારી બની ગઇ છે. થાઇરોઇડ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. થાઇરોઇડ થવાને કારણે અચાનક વજન ઘટવું, હાર્ટ રેટ વધી જવો, પરસેવો આવવો, સ્વભાવ ચિડીયો થઇ જવો જેવી અનેક સમસ્યાઓ શરીરમાં થતી હોય છે. તિતલી આકારની એક ગ્રંથિ હોય છે. આ ગ્રંથિ બિલકુલ ગળા નીચે સ્થિત હોય છે. આ ગ્રંથિ શરીરના બે મહત્વપૂર્ણ હોર્મોન્સનું ઉત્પાદન કરે છે. ટ્રેટાયોડોથાયરોનિન અને ટ્રાઇઆયોડોથાયરોનિન. આ બન્ને હોર્મોન્સ શરીર માટે મેટાબોલિઝમની ક્રિયાને કંટ્રોલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ બન્ને હોર્મોન્સ બગાડવાને કારણે થાઇરોઇડ જેવી સમસ્યા થાય છે.

એપ્પલ સાઇડ વિનેગર

એક્સપર્ટ અનુસાર થાઇરોઇડમાં એપ્પલ સાઇડ વિનેગરનું સેવન ખૂબ ફાયદાકારક હોય છે. આ થાઇરોઇડ માટે બહુ સુરક્ષિત, સારી અને પ્રાકૃતિક ઉપાય છે. તમે એપ્પલ સાઇડ વિનેગરને તમારા ડાયટમાં શામેલ કરીને થાઇરોઇડ જેવી બીમારીથી રાહત મેળવી શકો છો. એપ્પલ સાઇડ વિનેગરમાં વિટામીન્સ, મિનરલ્સ, એન્ટી ઓક્સિડન્ટસ અને એન્ઝાઇમ્સની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. આ શરીરમાં જમા અતિરેક મોટપાથી કંટ્રોલ કરવામાં સહાય કરે છે. વજન ઓછુ કરવા માટે આને બહુ પ્રભાવી માનવામાં આવે છે. આ શરીરને ડિટોક્સીફાઇ કરવામાં સહાય કરે છે.

તમે એપ્પલ સાઇડ વિનેગરને ડ્રિંકના રૂપમાં પણ પી શકો છો. આ ડ્રિંક તમારે સવારે ખાલી પેટે પીવાનું રહેશે. આ ડ્રિંક થાઇરોઇડના દર્દી માટે સૌથી બેસ્ટ છે. તમે આ ડ્રિંકમાં થોડુ લીંબુ અને મધ મિક્સ કરીને પણ પી શકો છો.

શાકની સાથે

તમે શાકની સાથે કે પછી સલાડની સાથે પણ આનું સેવન કરી શકો છો. શાકની ઉપર તમે સફરનજનનો સિરકો નાંખીને ખાઇ શકો છો. આ રીતે તમે ટ્રાય કરો છો તો ટેસ્ટમાં બહુ મસ્ત લાગે છે અને તમને થાઇરોઇડમાં પણ રાહત મળશે.