જો તમે ઈચ્છો છો કે તમારું બાળક ખુબ જ બુદ્ધિશાળી બને તો, આ રીતે કાળજી લો તેની.

 

ઝડપથી બદલાતા સમયને જોઈને દરેક માતા-પિતાને ચિંતા થાય છે કે તેમના બાળકને આ પરિવર્તન માટે કેવી રીતે તૈયાર કરવું. જેથી તેમનું બાળક ઝડપથી બદલાતા સમયની સાથે તાલ મિલાવી શકે. જેના માટે વાલીઓ બાળકને ભણવાનો આગ્રહ રાખે છે. કારણ કે તેઓ વિચારે છે કે બાળકો વધુ ભણવાથી સ્માર્ટ અને તીક્ષ્ણ મન બને છે, પરંતુ અભ્યાસ સિવાય પણ એવી ઘણી બાબતો છે જે બાળકને બુદ્ધિશાળી અને તીક્ષ્ણ મન બનાવે છે.  આજે આ લેખમાં એવી જ કેટલીક ખુબ જ ઉપયોગી માહિતી આપી છે જેના દ્વારા તમે જાણી શકશો કે તમારા બાળક માટે કેવી રીતે તમારે કામ લેવું, આ સાથે જ જો તમે પણ તમારા બાળકને હોશિયાર બનાવવા માંગો છો, તો અહી આપેલી આ બાબતો ખાસ ધ્યાનમાં રાખજો.

 

આ રીતે બાળકની સંભાળ રાખો –

 

  1. બાળકોને શાળાના પુસ્તકો સિવાય વાર્તાના પુસ્તકો વાંચવાની ટેવ પાડો. બાળકોનું મન વાર્તાના પુસ્તકો વાંચવાથી સર્જનાત્મક બને છે. સાથે જ બાળકો બુદ્ધિશાળી પણ બને છે.

 

  1. બાળકોને સાથે બેસીને હોમવર્ક કરાવો. બાળકો સાથે મિત્રની જેમ વાત કરો, તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરો. તેમજ તેમને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરો.

 

  1. આઉટડોર ગેમ્સ રમવાથી બાળક શારીરિક અને માનસિક રીતે મજબૂત બને છે. આનાથી બાળકનું સ્વાસ્થ્ય તો સારું રહે છે જ સાથે સાથે મન પણ તેજ બને છે.

 

  1. બાળકને વધુ પડતું ટીવી ન જોવા દો. કારણ કે બાળકો ટીવીના કાર્યક્રમોમાં એટલા ડૂબેલા હોય છે કે તેઓ કલાકો સુધી ટીવી સામે બેસી રહે છે. જેના કારણે તેમનો માનસિક વિકાસ થઈ શકતો નથી. બાળકને 2 વર્ષની ઉંમર પહેલા ટીવીથી દૂર રાખો.

 

  1. મોટા ભાગના લોકોએ આ કહેવત સાંભળી હશે કે બાળક બીજાને જે કરતા જુએ છે તેનાથી શીખે છે. તેથી, તમારે પણ બાળકની સામે વધુને વધુ સક્રિય રહેવું જોઈએ, પુસ્તકો વાંચો, કસરત કરો, સર્જનાત્મક વસ્તુઓ કરો, જેથી બાળક પર સકારાત્મક અસર થાય. આમ આ ખુબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે.

 

  1. ઘરના નાના કામમાં બાળકની મદદ લો. તેમને તેમના કેટલાક કામ જાતે કરવા દો. આનાથી તેમનામાં આત્મવિશ્વાસ વધશે અને તેમને વસ્તુઓ વિશે યોગ્ય સમજ મળશે. બાળકોમાં સારા સંસ્કારનું સિંચન કરો. બાળકોમાં જેટલા વધુ સારા સંસ્કાર નાખશો તેટલું જ બાળક હોશિયાર અને સંસ્કારી બનશે. આ સાથે તેની સાથે થોડો સમય વિતાવવો જોઈએ.