બેડરૂમમાંથી તરત હટાવો આ વસ્તુઓ, નહિં તો માનસિક રીતે કંટાળી જશો

જીવનમાં સફળતા મેળવવા અને ખુશ રહેવા માટે લોકો અનેક ઘણી મહેનત કરતા હોય છે, પરંતુ ઘણી વાર મહેનત કરવા છતા પણ સારું પરિણામ મળતુ હોતુ નથી અને વ્યક્તિ માનસિક રીતે કંટાળી જાય છે. સફળતામાં પ્રોબ્લેમ્સ આવવા લાગે એટલે વ્યક્તિ અનેક રીતે દુખી થાય છે અને મનથી પડી ભાંગે છે. જો કે આ બધા પાછળ ક્યાંકને ક્યાંક વાસ્તુ જવાબદાર હોય છે. આમ, જો તમારી સાથે પણ કંઇક આવું થઇ રહ્યું છે તો તમારા આ બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. આ માટે બેડરૂમમાં પોઝિવિટ એનર્જી ના હોય તો આનો સીધો પ્રભાવ તમારા જીવન પર પડે છે અને સફળતા મળતી અટકી જાય છે. આ માટે તમારે બેડરૂમમાં અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો જાણો આ વિશે તમે પણ..

  • મોટાભાગના લોકોની આદત હોય છે કે તેઓ બેડની પાસે પાણીનો જગ અથવા તો પાણીનો ગ્લાસ રાખતા હોય છે. જો તમે પણ કંઇક આવું કરી રહ્યા છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. વાસ્તુ અનુસાર તમારે ક્યારે પણ બેડની બાજુમાં પાણીનો ગ્લાસ કે પાણીનો જગ મુકવો જોઇએ. આનો ખરાબ પ્રભાવ તમારા ઘર પર પડે છે.
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમારા બેડરૂમમમાં બેડ દરવાજાની સામે છે તો એનું સ્થાન આજે જ બદલી નાંખો. દરવાજાની સામે બેડ રાખવો શુભ માનવામાં આવતુ નથી. બેડરૂમમાં બેડ તમે દક્ષિણ કે પ્રશ્વિમ દિશામાં રાખો છો તો તમને અનેક કામમાં સફળતા મળે છે અને તમે જીવનમાં આગળ વધો છો.
  • બેડરૂમમાં ક્યારે પણ દેવી-દેવતાની તસવીર લગાવશો નહિં. આ તસવીરને રૂમમાં લગાવવી શુભ માનવામાં આવતું નથી. આ સિવાય બેડરૂમનો દરવાજો ખોલો ત્યારે કોઇ પણ રીતનો અવાજ આવવો જોઇએ નહિં. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડે છે. આનાથી તમારા ઘરમાં નેગેટિવ એનર્જી આવે છે અને તમને સફળતા મળતી અટકી જાય છે.