અમદાવાદમાં પણ મંકીપોક્સનો ભય- અગમચેતીના ભાગરુપે સિવિલમાં વોર્ડ તૈયાર કરાયો

મંકિપોક્સનો પગપેસારો ભારતમાં થઈ ચૂક્યો છે ત્યારે અમદાવાદમાં પણ અગમચેતીના ભાગરુપે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પણ બે રાજ્યોમાં કેસ આવતા ભય પેઠો છે. ખાસ કરીને મંકિપોક્સના વધતા  જતા કેસોને પગલે વર્લ્ડ હેલ્થ ઓર્ગૈનાઈઝેશને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી પણ જાહેર કરી છે.

એક બાજુ અમદાવાદમાં ધીમે ધીમે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે બીજી બાજુ મંકિપોક્સનો ડર પણ છે. દિલ્હી અને કેરળની અંદર મંકિપોક્સના 4 જેટલા કેસો નોંધાયા છે. જો કે, ગુજરાતમાં હજૂ સુધી આ પ્રકારે એક પણ લક્ષણો સામે નથી આવ્યા પરંતુ આરોગ્ય વિભાગની સૂચનાના પગલે અગમચેતીના કારણે સિવિલમાં એક આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી વધુ વિગતો અનુસાર અત્યારે સિવિલમાં ડી-9ને મંકિપોક્સના દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ સજ્જ કરાયો છે. અત્યારે 6 બડ તૈયાર કરાયા છે. આ ઉપરાંત ઈમરજન્સીમાં 26 બેડ રાખી શકાય તેવી વોર્ડ વ્યવસ્થા કરાઈ છે.
મંકીપોક્સના કારણે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. વિશ્વમાં 70 જેટલી કન્ટ્રીમાં આ કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે તેનો ભય પણ  ભારતમાં વધી રહ્યો છે જયારે દેશમાં કેશો સામે આવ્યા છે ત્યારે અત્યારથી જ આ કેસોને લઈને તકેદારી પણ રાખવામાં આવી રહી છે.