વાહન ચોરી અને મોબાઈલ ચોરીમાં આ રીતે પોલીસ સ્ટેશનોમાં E-FIR કરી શકો છો

ગુજરાત પોલીસ દ્વારા આવતી કાલથી ઈ એફઆઈઆરનો પ્રારંભ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. ત્યારે આ ફરીયાદ કેવી રીતે કરવામાં આવશે, શું સમગ્ર પ્રોશેસ રહેશે તે તમામ બાબતોને લઈને ડીજીપી આશિષ ભાટીયાએ મીડિયા સમક્ષ કેટલીક વિગતો જણાવી હતી.

તેમણે કહ્યું હતું કે,ઈ -એફઆઈઆર માટે ફોર્મ પોર્ટલમાં ભરીને જે તે પોલીસ સ્ટેશનમાં મોકલવાનું રહેશે. પીએસઓ જોઈને મોકલી આપશે. 48 કલાકમાં વેરીફાઈ કરીને પરત પીએસઓને મોકલી આપશે. જે તરત જ એફઆઈઆર રજીસ્ટર્ડ કરી દેશે. 72 કલાકમાં આ કાર્યવાહી પૂરી કરવામાં આવશે. જો નહીં થાય તો 120 કલાકમાં એફઆઈઆર ઓટોમેટીક રજીસ્ટર્ડ થશે અને આ બાબતની નોંધ ઉપરી અધિકારી પાસે જશે અને કેમ ડીલે થયું તેની પણ તપાસ કરવામાં આવશે.  આ નવી પહેલ શરુ થશે. અત્યારે આ પાયલોટ પ્રોજેક્ટ વાહન ચોરી અને મોબાઈલ ચોરીના કિસ્સામાં શરુ કરવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટમાં સફળતા મળશે ત્યારે અન્ય ગુનાઓ એડ થશે. બોડીવોર્ન કેમેરા, સેન્ટ્રલ ત્રિ નેત્ર, ફોર્ટી મોટર સાયકલ સહીતનું ઉદઘાટન પણ આવતી કાલે કરવામાં આવશે. તેમ ડીજીપી આશિષ ભાટીયાએ કહ્યું હતું.

750 જેટલી જગ્યાઓ પર જઈ માહિતી અપાશે
હર્ષ સંધવીએ કહ્યું કે, આ પ્રોજેક્ટનો આ નવતર પ્રયોગ છે. આશરે 750 જેટલી જગ્યાઓ પર ગુજરાતના ડીસીપી, એસીપી, પીઆઈ વિવિધ વિસ્તારોમાં જશે. ગુજરાત પોલીસની એપ્લિકેશનની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. સિટીઝન સેન્ટ્રીક હોવાથી પરીવારના સભ્યોને ટ્રેનિંગ પણ આપી શકશે. 23થી 14 ઓગસ્ટ સુધીમાં અધિકારીઓ કોલેજોમાં જઈ વાર્તાલાપ કરશે. ઈ એફઆઈઆરની સાથે સાથે ત્યાંના જિલ્લાની માહિતી નાગરીકોની ચિંતા પણ કરવામાં આવશે. ગુજરાતની અલગ અલગ કામગિરીમાં આ નવો ઉમેરો કરાયો છે.