સુરતમાં પ્રેમિકાએ લગ્નની ના પાડતાં પ્રેમીએ જાહેરમાં પથ્થરથી માથું છૂદી હત્યા કરી,આજુબાજુમાં લોકો તમાશો જોતા રહ્યા.

સુરત(surat):રાજ્યભરમાં હત્યાના બનાવ ખુબ જ વધી રહ્યા છે,હાલમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, ગુરુવારે સચિન GIDCમાં બની છે, જેમાં પ્રેમીએ પ્રેમિકાને પેચિયાથી મોઢા પર ઘા કરી પથ્થરથી માથું છૂંદી હત્યા કરી નાખી હતી અને લાશની બાજુમાં 10 મિનિટ બેસી રહ્યો હતો. આસપાસમાં 10થી 15 લોકો હતા પણ કોઈએ બચાવી ન હતી.

મળતી માહિતી મુજબ,આરોપીને પાડોશમાં રહેતી 20 વર્ષની  નિલુકુમારી વિશ્વકર્મા  સાથે 3 વર્ષથી પ્રેમસંબંધ હતો. યુવતીની સગાઈની બીજે વાત ચાલતી હોવાથી સંબંધ તોડી નાંખતા તેણે હત્યા કરી હતી.

દીકરીના પિતાએ જણાવ્યું હતું કે,આરોપીના પિતાએ પણ અગાઉ હત્યાની ધમકી આપી હતી, મારી દીકરીની નવરાત્રિ પર સગાઈ થવાની હતી. સવારે 9.05 વાગ્યે હું, દીકરો, મારી પત્ની નોકરી પર ગયા હતા. ઘરે વહુ અને દીકરી જ હતા. જો દીકરો ઘરે હોત તો મારી દીકરી કદાચ બચી ગઈ હોત. મારી દીકરીને પડોશીનો દીકરો મારી રહ્યો હતો ત્યારે લોકો તમાશો જોતા હતા. હત્યારો પડોશી જ છે.

પોલીસે  હત્યારાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.