ઝાલોદ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર

દાહોદ તા.૦૯

ઝાલોદ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર
 ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના સમગ્ર કર્મચારીઓ હડતાળ પર
      ઝાલોદ તાલુકા આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ મનિષભાઈ પંચાલ અને મંત્રી સંજયભાઈ પાંડોર દ્વારા આજ રોજ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી રહ્યા છે તેવું એક આવેદનપત્ર તાલુકા આરોગ્ય અધિકારી પાન્ડેને આપેલ છે.
    ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા 04-08-2022 ના રોજ થયેલ સાધારણ સભામાં લેવાયેલ નિર્ણય અનુસાર ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવાકે 2800 ગ્રેડ પે, 0 કીમી પર ફેરણી ભથ્થુ,કોરોના કાળમાં રજાના દિવસે બજાવેલ ફરજનો 98 દિવસનો પગાર જેવી વિવિધ માંગણીઓનું રાજ્ય સરકાર દ્વારા નિરાકરણ ન આવતા સમગ્ર ગુજરાતના તેમજ ઝાલોદ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જઈ રહ્યા છે.
    આરોગ્ય ફિલ્ડમાં કામગીરી કરતા કર્મચારીઓ હડતાળ પર જવાથી આ ફીલ્ડમા કામ કરતા અને ગ્રામીણ વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં લોકોને ઘરે ઘરે ફરી જન જન સુધી લોકોના આરોગ્યની ચિંતા કરતા આરોગ્ય કર્મચારીઓની સરકાર દ્વારા માંગણીઓ ન સંતોષાતા અચોક્કસ મુદ્દત હડતાલ પર જતા સબ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા આરોગ્ય કાર્યકર મેલ /ફિમેલ કર્મચારીઓ હડતાલ માં જોડાતા ગ્રામ્ય લેવલે કોરોના રસીકરણ આયુષ્માન ભારત કાર્ડ કલોરીનેશન કામગીરી મમતા દિવસ માં બાળકો ની રસીકરણ ની કામગીરી પોરાનાશક કામગીરી ન થતા મેલેરિયા, ડેંગ્યુ,કોરોના,કોરોના રસીકરણ, સિકલસેલ,ટી.બી,લેપ્રસી,ચંદીપુરમ જેવા ભયંકર જીવલેણ રોગો વકરશે જે નોંધ લેવા જેવી બાબત છે ગુજરાત સરકાર આરોગ્ય કર્મચારીઓ માંગણી પર ધ્યાન આપી જલ્દી નિરાકરણ લાવે નહિતો બીમારીઓ વધુ વધશે તો વધુ ચિંતા સર્જાશે