Washing Machineને આ રીતે રાખો સાફ, બિલ ઓછુ આવશે અને ચાલશે પણ લાંબો સમય

આજના આ ફાસ્ટ સમયમાં મોટાભાગના ઘરોમાં વોશિંગ મશીન હોય છે. અનેક લોકો વોશિંગ મશીનનો ઉપયોગ કરતા હોય છે. પહેલાના સમયમાં લોકો જાતે ઘરે હાથેથી કપડા ધોતા હતા, પરંતુ આજના આ સમયમાં મોટાભાગની સ્ત્રીઓ જોબ કરતી હોવાથી તેઓ વોશિંગ મશીનમાં કપડા ધોવે છે. આમ, કોઇ પણ મશીનને લાંબા સમય સુધી ચલાવવા માટે એની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. મશીનની દેખભાળ તમે સારી રીતે કરો છો તો મશીન લાંબો સમય સુધી ચાલે છે અને ખર્ચો પણ આવતો નથી. તો જાણી લો તમે પણ મશીન સંબંધિત કેટલીક ટિપ્સ, જેની મદદથી તમે મશીનને લાંબા સમય સુધી ચલાવી શકો છો.

  • તમે જ્યારે પણ ઘરમાં નવું મશીન લાવો ત્યારે એને ક્યાં મૂકવું એ વાતનું ખાસ ધ્યાન રાખો. આ સાથે જ તમારે મશીન જ્યાં મુકવાનું છે ત્યાં એટલે કે એ જગ્યા પર બહુ ઉંચી-નીચી નથી ને એ ખાસ જોઇ લો. જો તમને મશીનને ઊંચુ-નીચું મુકો છો તો મશીનના અંદર પાર્ટ્સને વધારે નુકસાન થાય છે. આ માટે હંમેશા મશીનને સમતલ જગ્યા પર મુકો.
  • મશીનમાં કપડાં ધોવો ત્યારે પાવડરનો ઉપયોગ કરશો નહિં. હંમેશા તમે લિકવિડનો ઉપયોગ કરો. પાઉડર મશીનની અંદર ચોંટી જાય છે જેના કારણે ધીરે-ધીરે મશીન ખરાબ થવા લાગે છે.
  • તમારી મશીનની આખી બોડી પ્લાસ્ટિકની છે તો તમે તમારા ઘરમાં એવી જગ્યાએ મુકો જ્યાં ગરમી ઓછી આવે એટલે કે તડકો ઓછો આવે.
  • તમે તમારા મશીનની કેપિસિટી કરતા હંમેશા ઓછા કપડા નાંખો. વધારે કપડા નાંખવાથી તમારા મશીનને લોડ પડે છે અને એ જલદી બગડી જાય છે. આ માટે બને ત્યાં સુધી મશીનમાં કપડા ઓછા નાંખવાનું રાખો.
  • જે કપડાનો રંગ નિકળે છે એ પણ મશીનમાં ધોશો નહિં. આમ કરવાથી તમારા બીજા કપડા પણ બગડે છે અને મશીનને પણ નુકસાન થાય છે.