કેજરીવાલ ગુજરાતને આપશે વધુ એક ગેરંટી! 1 ઓગસ્ટના રોજ સોમનાથની મુલાકાતે આવશે આપ ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી

આપના ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે જે સોમનાથ મહાદેવના દર્શન કરી ચુંટણીને લઈને ગુજરાતને વધુ એક ગેરંટી આપે તેવી અટકળો સેવાઈ રહી છે અરવિંદ કેજરીવાલ સોમનાથની મુલાકાત લેશે 1 ઓગસ્ટે સોમનાથની મુલાકાત લેશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકિય પક્ષો સક્રિય થયા છે. ગુજરાત વિધાનસભાનો ગઢ જીતવા રાજકીય પક્ષો બરાબરનું જોર લગાવી રહ્યા છે. તેવામાં ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મોંઘવારી મુદ્દે આપના નેતાઓ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સર્વેસાવા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા જયા તેમણે ફિ વીજળી સહિતના વાયદા કર્યા હતા. ત્યારબાદ ફરી તેવો આગામી ઓગષ્ટ માસમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન કેજરીવાલ ગુજરાતને વધુ એક ગેરંટી આપી શકે છે. ગુજરાતને વધુ એક ગેરંટી આપશે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 1 ઓગસ્ટના રોજ AAP સંયોજક અરવિંદ કેજરીવાલ સોમનાથની મુલાકાત લેશે.

જયા અરવિંદ કેજરીવાલ દાદા સોમનાથના પૂજન અર્ચન અને દર્શનનો લાભ લેશે. ત્યારબાદ સોમનાથમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભાને સંબોધન કરશે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને ગુજરાતને વધુ એક ગેરંટી આપશે. તેમ જાણકાર વર્તુળમાંથી જાણવા મળી રહ્યું છે. ગઇકાલે કેજરીવાલે ફ્રી વીજળીની કરી હતી જાહેરાત અત્રે નોંધનીય છે કે, કેજરીવાલે સુરતમાં ગઇકાલે ગુજરાતમાં સરકાર બનતાની સાથે 3 મહિનાની અંદર ફ્રીમાં 24 કલાક વીજળી અને 300 યુનિટ ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી હતી. સાથે 31 ડિસેમ્બર 2021 સુધીના જૂના ઘરેલુ વીજબિલો માફ કરવાની પણ જાહેરાત કરી હતી. દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું તે અમે હવે ગુજરાતમાં કરીશું.તેમ જણાવ્યુ હતું. વધુમાં કેજરીવાલે કહ્યું, ‘સરકારે 15 લાખ આપવાની વાતો કરી હતી પરંતુ અમે કોઇ રાજનીતિ નથી કરી રહ્યાં. કારણ કે AAP ઇમાનદાર લોકોની પાર્ટી છે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. ગેરંટી પૂરી નહીં કરીએ તો ફરીથી વોટ માંગવા નહીં આવીએ.’