પાવાગઢમાં ડુંગર ખોદીને 210 ફૂટ ઊંચી જનારી લિફ્ટના કામનું થયું ખાતમુહૂર્ત, 40 સેકન્ડમાં માતાજીના દ્વાર પર પહોંચાડશે

52 શક્તિપીઠમાંથી એક પાવાગઢ મહાકાળી માતાજીનાં દર્શન માટે રોજ હજારો શ્રદ્ધાળુઓ આવે છે. માતાજીના ભક્તો માટે એક સારા સમાચાર છે. પાવાગઢ ડુંગર પર એક લિફ્ટનું નિર્માણ થઈ રહ્યું છે, જે તમને 40 સેકન્ડમાં માતાજીના દ્વાર પર પહોંચાડશે. સરકારે પર્વત ખોદીને લિફ્ટ બનાવવાનું આયોજન કર્યું છે. મહાકાળી મંદિર ગબ્બરને અડીને આવેલા પર્વતને ખોદીને 210 ફૂટ ઊંચી, એટલે કે 3 માળ સુધી જઈ શકે એવી લિફ્ટ બનાવવાના આયોજનને આરંભી દેવાયું છે પંચમહાલમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે લિફ્ટના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે.

પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે ખૂબ સારા સમચાર છે કે આ લિફ્ટનું કામ પૂર્ણ થતા દર્શનાર્થીઓ તેની મદદથી સીધા નીજ મંદિરમાં પહોંચી શકશે. રૂપિયા 20 કરોડના ખર્ચે 2 લિફ્ટ બનાવવામાં આવશે. જેમાં 20 લોકોનો સમાવેશ થઈ શકશે. પાવાગઢ જતા છસિયા તળવાથી મંદિર પરિસર સુધીની લિફ્ટનું નિર્ણાણ કરવામાં આવશે. કુલ 70 મીટરની ઊંચાઈ ધરવાતી હાઇસ્પીડ લિફ્ટ બનાવવામાં આવશે. લિફ્ટમાં એકસાથે 12 વ્યક્તિ બેસી શકશે
પ્રાપ્ત વિગત મુજબ, પાવાગઢમાં ગબ્બર ડુંગર પર કપરા ચઢાણને લીધે અનેક ભક્તોને માતાજીનાં દર્શનમાં મુશ્કેલી આવતી હતી. એને કારણે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી બાદ એક લિફ્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

See also  સુરતમાં બેડરૂમમાં પતિ-પત્નીની વચ્ચે સાસુ, માસી સાસુ સૂઈ જતાં, પત્નીએ ત્રાસ બદલ 25 લાખ માંગ્યા.

ગબ્બરની બાજુના ડુંગરને ખોદીને એક લિફ્ટ બનાવવામાં આવશે. પર્વતની અંદર ખોદકામ કરવા માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા સોંપવા માટેની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. લિફ્ટ બનવાને કારણે માત્ર 40 સેકન્ડમાં જ માતાના મંદિર સુધી પહોંચી શકાશે. એક લિફ્ટમાં મહત્તમ 12 વ્યક્તિ સમાઈ શકે એ પ્રકારની લિફ્ટ મૂકવામાં આવશે. રોપ વેમાંથી ઉતરીને ચઢવા પડે છે 450 પગથિયાં
આ લિફ્ટ બનવાને કારણે ખાસ કરીને દિવ્યાંગ અને સિનિયર સિટિઝન વ્યક્તિઓને ઘણી રાહત મળશે. કારણ કે દર્શનાર્થીઓ રોપ વેમાંથી ઉતરે તે પછી પણ પાવાગઢ મહાકાળી માતાના મંદિર સુધી પહોંચવા માટે 450 જેટલા પગથિયાં ચઢીને જવા પડે છે. ત્યારે લિફ્ટનું કામ થઈ જશે તો દર્શનાર્થીઓ માટે ખૂબ જ રાહત રહેશે. આ લિફ્ટની બનાવવાનું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે. શાસ્ત્રોકત વિધી સાથે લિફ્ટના કામની ખાત વિધી કરવામાં આવી હતી.