જાણો સરકારે છેલ્લા ત્રણ વર્ષની અંદર જાહેરાતો પાછળ કેટલા કરોડનો ધૂમાડો કર્યો

સરકાર દ્વારા જાહેરાતો માટે મોટો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ, કાર્યક્રમોને લગતી જાહેરાતો વિવિધ માધ્યમોની અંદર આપવામાં આવે છે. ત્યારે આ જાહેરાતો પાછળ છેલ્લા ત્રણ વર્ષની અંદર 900 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. દરેક મીડિયા ક્ષેત્રે જાહેરાતો આપવામાં આવી રહી છે. વિવિધ પ્રકારના બજેટ આ ત્રણ વર્ષમાં ફાળવવામાં આવ્યા છે. કેન્દ્રીય માહિતી પ્રસારણના અહેલા પ્રમાણે સરકારે આ ત્રણ વર્ષ દરમિયાન 911 કરોડ દેશમાં જાહેરાત પાછળ ફાળવ્યા છે એટલે કે એક વર્ષમાં 303 કરોડ રુપિયા જાહેરાત પાછળ ખર્ચ કરવામાં આવે છે. તેમાં પણ વર્ષમાં પ્રમાણે વિગતો જોવા જઈએ તો અલગ અલગ જાહેરખરબો અખબારોથી લઈને ટીવા માધ્યમો તેમજ વેબ પોર્ટલને આપવામાં આવી રહી છે.

જે જાહેર ખબરો મળી રહી છે જેમાં સૌથી વધુ ખર્ચ અખબારો પાછળ કરવામાં આવી રહ્યો છે. દેશમાં અખબારોની સંખ્યા વધુ છે જેથી અખબારોમાં વધુ રકમ સરકારી જાહેર ખબર પાછળ ખર્ચ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટીવી માધ્યમોમાં અખબાર બાદ બીજા નંબર પર રકમ ફાળવવામાં આવે છે આ ઉપરાંત વેબ પોર્ટલ પર પણ બજેટ ફાળવવામાં આવે છે પરંતુ સૌથી ઓછું બજેટ અત્યાર સુધીના 3 વર્ષની અંદર 20 કરોડ જેટલું ફાળવવામાં આવ્યું છે. જો કે, 2022-23ના ડેટા જોવો જઈએ તો તેમાં ઓછો ખર્ચ થયો છે કેમ કે અત્યાર સુધીના જૂન મહિના સુધીની જાહેર ખબર છે. જેથી આ ખર્ચ પણ વધી શકે છે. સરકારી જાહેર ખબર પાછળ વર્ષ પ્રમાણે બજેટ જોવા જઈએ તો 2020-21માં સૌથી વધુ ખર્ચ થયો છે.

– અખબાર
2020-21 – 295 કરોડ
2020-21 – 197 કરોડ
2021-22 – 179 કરોડ
2022-23 – 19 કરોડ

– ટીવી ચેનલ

2019-20 – 98.69 કરોડ
2020-21 – 69.81 કરોડ
2021-22 – 29.3 કરોડ
2022-23 – 2 કરોડ