રોજના માત્ર 20 રૂપિયા બચાવીને તમે બની શકો છો કરોડપતિ, જાણો કેવી રીતે…

business 4

ઘણા લોકોનું સપનું હોય છે કે તેમના બેંક ખાતામાં કરોડો રૂપિયા છે, પરંતુ મર્યાદિત આવક અને વધુ ખર્ચના કારણે લોકો માટે આ સરળ કામ નથી. વાસ્તવમાં, મર્યાદિત આવકને કારણે, પૂરતી બચત નથી. આ સિવાય એમ પણ કહી શક્ય કે આજના આ સમયમાં પૈસા જ બધું છે, લોકો પૈસા માટે ઘણી મહેનત કરે છે અને આ સાથે લોકોને ધનવાન બનવાનું સપનું હોઈ છે.

 

શું તમે જાણો છો કે માત્ર 20 રૂપિયાની બચત કરીને, વ્યક્તિ નિવૃત્તિ સમયે સરળતાથી કરોડપતિ બની શકે છે. ખરેખર, આ શક્ય છે અને SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

 

માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો કોઈ વ્યક્તિ રોજના માત્ર 20 રૂપિયા બચાવે છે તો તે 10 કરોડ રૂપિયા સુધીની મોટી રકમ કમાઈ શકે છે. જો કે, આ લક્ષ્ય હાંસલ કરવા માટે, યોગ્ય વ્યૂહરચના બનાવવી જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડ વિશે શરૂઆતમાં જણાવ્યા મુજબ, તેમાં રોકાણ કરીને કરોડપતિ બનવાનું સ્વપ્ન સરળતાથી સાકાર કરી શકાય છે.

 

જો તમારી ઉંમર 20 વર્ષ છે અને તમે હવેથી રોજના 20 રૂપિયા બચાવવાનું શરૂ કરો છો, તો એક મહિનામાં આ રકમ લગભગ 600 રૂપિયા થઈ જશે. હવે તમારે આ પૈસા 40 વર્ષ માટે રોકાણ કરવા પડશે. મતલબ કે 480 મહિના માટે તમારે દર મહિને 600 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

 

નિષ્ણાતો કહે છે કે જો 15 ટકા વાર્ષિક વળતર ધારી લેવામાં આવે તો 40 વર્ષ પછી રોકાણકારને કુલ 1.88 કરોડ રૂપિયા મળશે. તે જ સમયે, 20 ટકાના વાર્ષિક વળતર મુજબ, રોકાણકારને 40 વર્ષ પછી લગભગ 10.21 કરોડ રૂપિયા મળશે. નિષ્ણાતો કહે છે કે તમારા દ્વારા રોકાણ કરાયેલી રકમ પર કમાયેલી કમાણીનું પુન: રોકાણ ચક્રવૃદ્ધિ છે.

 

આ હેઠળ, રોકાણકારને તેના પરના વ્યાજની સાથે મૂળ રકમ પર વ્યાજ મળે છે. જો નાની ઉંમરે રોકાણ શરૂ કરવામાં આવે તો જ ચક્રવૃદ્ધિનો મહત્તમ લાભ મળે છે. રોકાણનો સમયગાળો જેટલો લાંબો હશે, તેટલો જ ચક્રવૃદ્ધિનો લાભ મળશે.

 

લેખમાં આપેલ માહિતી તમારી જાણ માટે છે, ઉપયોગ કરવાવાળા પોતે જવાબદાર રહેશે.