ભારતીય જીવન વીમા નિગમને પ્રથમ ત્રિમાસિક ગાળામાં થયો રૂ. 682.89 કરોડનો નફો

ભારતીય જીવન વીમા નિગમ (LIC)નો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 682.89 કરોડનો નફો થયો હતો. તાજેતરમાં જ તેમનો IPO રજૂ કરનાર કંપનીનો એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 2.94 કરોડનો ચોખ્ખો નફો થયો હતો. જૂન ક્વાર્ટર માટે વીમા કંપનીનું પ્રીમિયમ રૂ. 7,429 કરોડ હતું. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં 5,088 કરોડ હતી. જૂન ક્વાર્ટરમાં LICની કુલ આવક રૂ. 1,68,881 કરોડ હતી જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ. 1,54,153 કરોડ હતી.

IDBI બેંક સાથેનો તેનો હિસ્સો વેચી શકે છે LIC 

જણાવી દઈએ કે, IDBI બેંકમાં LIC 49.2 % હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો હિસ્સો સરકાર અને રોકાણકારો પાસે છે. LIC IDBI બેંકમાં તેનો હિસ્સો વેચવા માંગે છે. લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના ચેરમેન એમઆર કુમારે થોડા દિવસો પહેલા કહ્યું કે, સરકાર દ્વારા LICને તેની સબસિડિયરી IDBI બેંકમાં તેનો હિસ્સો વેચવા માટે કોઈ સમયમર્યાદા આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે IDBI બેંકમાં LIC 49.2 % હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો હિસ્સો સરકાર અને રોકાણકારો પાસે છે.

બીજી તરફ LICના ચેરમેન એમઆર કુમારે કહ્યું છે કે, IDBI બેંકમાં હિસ્સો વેચવા માટે સરકારે LICને કોઈ સમયમર્યાદા આપી નથી. તેમણે કહ્યું કે, ડિસઈન્વેસ્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ તેના પર કામ કરી રહ્યું છે, પરંતુ અત્યાર સુધી તેણે કોઈ પણ પ્રકારના ઈરાદા પત્રની માંગ કરી નથી. બેંકમાં LICનો હિસ્સો 49.2 % છે. બાકીનો હિસ્સો જનતા અને સરકારનો છે.