રાજ્યમાં આગામી પાંચ દિવસ કડકડતી ઠંડીની હવામાન વિભાગની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં ધરખમ વધારો થશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની કરી આગાહી કરી છે.રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં આગામી પાંચ દિવસમાં ઘટાડો જોવા મળશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરી છે. ખાસ કરીને મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે. આગામી 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. તો 3 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ઠંડીનું જોર એકાએક વધવાનું છે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડી પડશે. મધ્ય,ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. રાજ્યમાં 5 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના જોવા મળી રહી છે.

તો 3 દિવસ બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ શકે છે. નવા વર્ષથી રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીનું પ્રમાણ વધશે. તેમજ રાત્રે કેટલાક શહેરોમાં ઠંડીનો પારો નીચો જવાની વકી છે. રાજ્યમાં નવા વર્ષના આરંભે જ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રાત્રિના તાપમાનનો પારો નીચો જશે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે નવા વર્ષની સાથે જ દિલ્લી અને ઉત્તર ભારતમાં પણ ઠંડીનું જોર વધ્યુ છે. ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ ઉત્તર ભારતમાં ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટયુ છે. પહાડી રાજ્યોમાં સતત થઈ રહેલી બરફ વર્ષાને કારણે દિલ્હી રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મુંબઈમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. નલિયામાં કાતિલ ઠંડીની શરુઆત થઇ ચૂકી છે. શીત નગરીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે. નલિયાનું લઘુતમ તાપમાન 8.2 ડીગ્રી નોંધાયું છે. ભુજનું 13.6 અને કંડલાનું તાપમાન 15.1 ડિગ્રી નોંધાયું છે.