મિથુન ચક્રવર્તીની દીકરી દિશાની છે ખૂબ જ સુંદર, જુઓ વાયરલ તસવીરો..

Untitled 1 3

 

બોલિવૂડના ‘ડિસ્કો ડાન્સર’ એટલે કે મિથુન ચક્રવર્તી વિશે લોકો ઘણું બધું જાણે છે, પરંતુ લોકો તેમના પરિવાર વિશે વધારે જાણતા નથી. મિથુને 1982માં અભિનેત્રી યોગિતા બાલી સાથે લગ્ન કર્યા હતા. મિથુનને યોગિતા બાલીથી ત્રણ પુત્રો છે, જ્યારે તેણે પુત્રી દિશાનીને દત્તક લીધી છે.

 

તમને જણાવી દઈએ કે જ્યારે દિશા નાની હતી ત્યારે તેના અસલી માતા-પિતાએ તેને કચરાના ઢગલા પર છોડી દીધી હતી. જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલા કેટલાક લોકોએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો તો તેઓએ તેને ત્યાંથી બહાર કાઢ્યો. આના સમાચાર બીજા દિવસે અખબારમાં છપાયા અને મિથુનને જ્યારે આ વાતની ખબર પડી તો તેણે તેની પત્ની યોગિતા બાલી સાથે તેને દત્તક લેવાની વાત કરી.

 

આ પછી યોગિતા પણ તરત જ આ માટે સંમત થઈ ગઈ અને બંને જણ પેપર વર્ક પૂરું કરીને એ નાની છોકરીને તેમના ઘરે લઈ આવ્યા.

l20cOqRL pjimage.jpg 62

આ પછી મિથુન અને યોગિતા બાલીએ તે છોકરીને પોતાની અસલી દીકરીની જેમ ઉછેરી હતી. દિશાની પણ તેના ત્રણ ભાઈઓએ સંભાળી હતી.આજે દિશાની મોટી થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર દિશાનીના લગભગ 70 હજાર ફોલોઅર્સ છે.

 

ફિલ્મી પરિવારમાં ઉછરેલી દિશાનીને ફિલ્મોનો ખૂબ શોખ છે. તે સલમાન ખાનની મોટી ફેન છે. જો રિપોર્ટ્સનું માનીએ તો દિશાનીએ ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી એક્ટિંગનો કોર્સ કર્યો છે. તે માત્ર ફિલ્મોમાં જ પોતાનું કરિયર બનાવવા માંગે છે.

 

 

મિથુન દા એક સ્ટાર તેમજ સોશ્યલાઇટ, બિઝનેસમેન અને રાજ્યસભાના સભ્ય તરીકે ઓળખાય છે. બે વખતના ફિલ્મફેર અને ત્રણ વખતના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા મિથુન દાએ 1982માં અભિનેત્રી યોગિતા બાલી સાથે લગ્ન કર્યા, જેની સાથે તેમને ચાર બાળકો (પુત્રો) મિમોહ (મહાક્ષય), રિમોહ (ઉષ્મેય), નમાશી અને પુત્રી દિશાની છે.

 

મિથુનના મોટા પુત્ર મિમોહે વર્ષ 2008માં ફિલ્મ ‘જિમી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ ફ્લોપ થયા બાદ તેણે પોતાનું નામ બદલીને મહાઅક્ષય રાખ્યું હતું.

 

દિશાની પણ બોલિવૂડમાં પગ મુકીને એક્ટિંગની દુનિયામાં કરિયર બનાવવા માંગે છે. દિશાનીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો શાનદાર અને સુંદર અંદાજ જોવા મળી રહ્યો છે. દિશાની ચક્રવર્તીની તસવીરો લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

 

દિશાનીની આ લેટેસ્ટ તસવીરોમાં સાદગી અને સુંદરતા બંનેનો સંગમ જોવા મળ્યો છે. દિશાનીની આ તસવીરો દર્શાવે છે કે તે સુંદર હોવાની સાથે સાથે સ્ટાઇલિશ પણ છે. દિશાની સુંદરતાના મામલામાં અદ્ભુત છે.