નારિયેળ તેલમાં આ 1 વસ્તુ મિક્સ કરો, સફેદ વાળ થશે કાળા અને ઘટ્ટ..

 

બધાને લાંબા અને કાળા વાળ ગમે છે. જેના વાળ લાંબા અને કાળા હોય, લોકો તેના વાળના વખાણ કરતા થાકતા નથી. આજે આ લેખમાં વાળની કાળજી ગહરે બેઠા જ રાખી શકાય એ માટે ખુબ જ સરળ અને સામાન્ય ઉપાય વિષે વાત કરી છે, તો ખાસ જાણીલો આ સરળ ઉપાય વિષે તમેપણ…

 

દરેક વ્યક્તિ લાંબા અને જાડા વાળ મેળવવા માંગે છે, આ માટે તેઓ ખૂબ પ્રયાસ કરે છે.  પરંતુ આ બધી મોંઘી પ્રોડક્ટ કોઈ કામની નથી, પરંતુ તેના કારણે વાળ ખરાબ થઈ જાય છે.

 

લોકો તેમના વાળને કાળા કરવા માટે વિવિધ પ્રકારના તેલ અને રંગોનો ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી તમારા વાળ ખરાબ થઈ જાય છે.  જેનો ઉપયોગ કરીને તમે તમારા વાળને કાળા અને ઘટ્ટ બનાવી શકો છો. અહી જે વસ્તુ વિષે વાત કરી છે તે છે લીમડાના પાન.

 

તેને બનાવવા માટે સૌપ્રથમ 50 ગ્રામ લીમડાના પાનને છાંયડામાં સૂકવી લો અને સુકાઈ ગયા બાદ આ પાનને મિક્સરમાં પીસીને બારીક બનાવી લો. હવે આ લીમડાના પાઉડરને 300 ગ્રામ નારિયેળ તેલમાં નાખીને ધીમી આંચ પર ગરમ કરો. ત્યારબાદ આ તેલને ઠંડુ કરીને શીશીમાં ભરી લો અને રાત્રે સૂતી વખતે આ તેલથી વાળમાં માલિશ કરો. આ તેલના ઉપયોગથી તમારા વાળ જલ્દી ઘટ્ટ અને કાળા થઈ જશે.

See also  સરકારે દવાઓ બનાવતી 18 ફાર્મા કંપનીઓના લાઇસન્સ કર્યા રદ, જાણો શું છે કારણ

 

લીમડાના પાનનો પાઉડર તમારા માથાની ત્વચામાંથી તમામ બેક્ટેરિયાનો નાશ કરશે. આ સાથે જ નારિયેળ તેલના ફાયદાઓ વિશે તો દરેક જણ જાણે છે. આમ આ નાનો એવો ઉપાય તમને ઘણો બધો ઉપયોગી બનશે અને આ સાથે સાથે તમે ઘરે બેઠા જ સરળતાથી વાળની કાળજી પણ લઇ શકશો.

 

મેથી વાળ ખરતા અટકાવવા અને વધવા માટે અસરકારક રીતે કામ કરે છે, મેથીમાં પ્રોટીન આયર્ન અને નિકોટિનિક એસિડ હોય છે જે વાળના મૂળની સાથે વાળના ફોલિકલ્સને પણ મજબૂત બનાવે છે.  તૂટતા અટકાવે છે અને તેમાં ચમક લાવે છે, આનાથી વાળને મજબૂત બનાવે છે. વાળમાં ચમક આવે છે અને સિલ્કી પણ બને છે.

 

હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો, વાળને હેર ડ્રાયર વડે સૂકવવાને બદલે કુદરતી રીતે સુકાવા દો. આ ઉપરાંત ટુવાલથી જોરશોરથી ઘસવું નહીં, પરંતુ ભીના વાળ પર ટુવાલ રાખીને તેને હળવા હાથે દબાવો. તેનાથી વાળ નબળા પડશે.

 

જો તમે અઠવાડિયામાં એકવાર ઘરમાં કુદરતી રીતે બનાવેલા કંડીશનરનો ઉપયોગ કરશો તો તે વાળના વિકાસમાં મદદ કરશે અને સિલ્કી પણ થશે. સિલ્કી અને મજબૂત વાળ મેળવવા માટે તેનો ઉપયોગ ટીપ્સ તરીકે કરી શકાય છે.

See also  તમે ઊંઘ્યા વિના કેટલો સમય ટકી શકો છો? ઊંઘ પૂરી ન થાય તો શું થશે, ચાલો જાણીએ તેનો વૈજ્ઞાનિક જવાબ