એન. ડી. આર. એફ. ની ટીમ દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભાવનગર ખાતે તિરંગા રેલી યોજાઇ

એન ડી આર એફ ની ટીમ અને માજીરાજ ગેસ્ટ હાઉસ દ્વારા સંયુક્ત રીતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણીના ભાગરૂપે ભાવનગર ખાતે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માજીરાજ ગેસ્ટ હાઉસ ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશવાસીઓ એક થઇને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યાં છે, ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાવનગરમાં એન ડી આર. એફ. ની ટીમ દ્વારા અનેરું આયોજન કરાયું હતું જેમાં માજીરાજ ગેસ્ટ હાઉસમાં રહેતા અન્ય કર્મચારીઓ પણ હોંશભેર આ રેલીમાં જોડાયાં હતાં. અદમ્ય સાહસ અને દેશ પ્રત્યે પ્રેમ દર્શાવતી એન ડી આર એફ ની ટીમનું ભાવનગર ખાતે રોકાણ છે ત્યારે “ “હર ઘર ત્રિરંગા” અને ભારત માતાના જયઘોષ સાથે સર ટી. હોસ્પિટલ વિસ્તારના માર્ગો પર તિરંગા યાત્રા પસાર થઈ હતી. આ કાર્યક્રમમાં એન.ડી.આર.એફ. ટીમનાં ઇન્સ્પેક્ટર શ્રી દિપક યાદવ, એન.ડી.આર.એફ. ટીમનાં સબ ઇન્સ્પેક્ટર શ્રી વિનીત સિંઘ તેમજ માજીરાજ ગેસ્ટ હાઉસના મેનેજર શ્રી જી. આર. ઝાલા, માજીરાજ વાડી ગેસ્ટ હાઉસ સ્ટાફ તેમજ એન. ડી. આર. એફ.ની ટીમના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.