વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના લગભગ તમામ ડેમો ભરાઈ ગયા છે. જેમાં ખાસ કરીને ઉનાળામાં પાણીની ખપત મહેસુસ થઈ હતી. રાજ્યના 206 જળાશયોમાં નવા નીર આવ્યા છે. ગુજરાતની અંદર 206 જેટલા જળાશયોમાં અત્યારની સ્થિતિએ 3,19,839 એમસીએફટી પાણીનો જથ્થો છે. જેને ટકાવારી પ્રમાણે જોવા જઈએ તો જળસંગ્રહ શક્તિના 57.30 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. અગાઉ ઉનાળામાં આ આંકડો ખૂબ જ ઓછો હતો.
તે હવે પરીપૂર્ણ થઈ રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા સરોવર ડેમની પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નર્મદામાં ડેમની સપાટીની આવક 49 સેમી વઘી છે. 79,705 ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમમાં થઈ છે.
ગુજરાતની જેમ જ મધ્યપ્રદેશમાં પણ વરસાદના કારણે ઉપરવાસનું પાણી આવતા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે ડેમની સપાટી 123.44 મીટર પર પહોંચી છે. સરદાર સરોવર ડેમની અંદર કુલ પાણી સ્ટોરેજ 1700 મિલિયન ક્યુબીક મીટર છે. ગુજરાતમાં સરદાર સરોવર ડેમ યોજનામાં 1,84,619 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 55.26 ટકા જેટલો જળસંગ્રહ અત્યાર સુધી થઈ ચૂક્યો છે.
ચાર પહેલા ડેમની સપાટી 120.52 પર હતી
અગાઉ ચારથી પાંચ દિવસ પહેલા 120.52 મિટરની હતી જેથી ફરી નર્મદામાં 1.5 મિટરનો ધરખમ વધારો 2 દિવસ પહેવા થયો હતો. ફરી 121.71 મીટર પર આ સપાટી પહોંચી હતી અને આજે ડેમની સપાટી 123.44 મીટર પર પહોંચી છે.
આ ડેમમાં વધુ આવક થાય તેવી શક્યતાઓ છે. ચોમાસું જૂન 20થી સક્રીય થયું છે ત્યારે હજૂ વરસાદની વધુ આગાહી કરાઈ છે જેથી દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડતા આ સપાટીમાં વધારો થશે.
રાજ્યના જળાશયોની છે આ સ્થિતિ
30 જળાશયોમાં 100 ટકાથી વધુ પાણી
43 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા વચ્ચે પાણી
29 જળાશયોમાં 50 ટકાથી 70 ટકા વચ્ચે પાણી
49 જળાશયોમાં 25 ટકાથી 50 ટકા પાણી
55 જળાશયોમાં 25 ટકાથી ઓછો પાણીનો જળસ્ત્રોત