ગ્રાહકોને મજ્જા / RBI એ ક્રેડિટ-ડેબિટ કાર્ડ માટે બનાવ્યા નવા નિયમ! હવે કાર્ડધારકને દરરોજ મળશે 500 રૂપિયા

ક્રેડિટ કાર્ડ રાખતા લોકો માટે મહત્વના સમાચાર છે. આરબીઆઈ (RBI) એ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડને જારી કરવા અને ચલાવવા પર એક મોટો નિર્દેશ જારી કર્યો છે. આરબીઆઈની સૂચના મુજબ ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ કરવામાં વિલંબ માટે કાર્ડ જારી કરનાર બેંકે કાર્ડધારકને દંડ ચૂકવવો પડશે. ચાલો RBI ની સૂચનાઓને વિગતવાર જાણીએ.

ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડને લઈને સતત ફરિયાદો પર આરબીઆઈએ કડકાઈ દાખવી છે. ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ સંબંધિત માસ્ટર માર્ગદર્શિકા જારી કરી છે. તેમાં આરબીઆઈએ અરજી વિના કાર્ડ જારી કરવા અથવા અપગ્રેડ કરવા પર સખત પ્રતિબંધ મૂક્યો છે.

ચાલો જાણીએ RBIના નિયમ

  1. ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટેની વિનંતીને ક્રેડિટ કાર્ડ-જારીકર્તા દ્વારા કાર્ડ ધારક તરફથી તમામ બાકી ચુકવણીના અધીન સાત દિવસની અંદર પૂરી હોવી જોઈએ.
  2. ક્રેડિટ કાર્ડને બંધ કરવા અંગે કાર્ડધારકને ઈમેલ, SMS દ્વારા તાત્કાલિક સૂચિત કરવાનું રહેશે
  3. ક્રેડિટ કાર્ડ દાતાને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટેની વિનંતી પ્રસ્તુત કરવા માટે હેલ્પલાઈન, ઈમેલ આઈડી, ઈન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ (આઈવીઆર), વેબસાઈટ પર પ્રમુખતાથી દેખાતી લિંક, ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ એપ અથવા કોઈ અન્ય મોડનો ઉપયોગ કરવાનો રહેશે.
  4. કાર્ડ જારી કરનાર પોસ્ટ દ્વારા અથવા અન્ય કોઈપણ માધ્યમ દ્વારા બંધ કરવાની વિનંતી સ્વીકારશે નહીં.
  5. જો કાર્ડ જારી કરનાર સાત દિવસની અંદર ક્રેડિટ કાર્ડને બંધ નહીં કરે, તો તેને ગ્રાહકને 500 રૂપિયા દરરોજ દંડ તરીકે ચુકવવો પડશે. ફક્ત શરત એટલી છે કે એકાઉન્ટની કોઈ બાકી નહોય.
  6. જો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એક વર્ષથી વધુ સમય માટે નથી કરાતો, તો કાર્ડ જારી કરનાર કાર્ડ ધારકને માહિતી આપ્યા બાદ ક્રેડિટ કાર્ડ એકાઉન્ટને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
  7. આટલું જ નહીં, જો 30 દિવસના સમયગાળાની અંદર કાર્ડધારક તરફથી કોઈ જવાબ નથી મળતો, તો કાર્ડ જારી કરનાર દ્વારા કાર્ડ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે.
  8. ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ થયા પછી, ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાં ઉપલબ્ધ કોઈ પણ ક્રેડિટ બાકી, કાર્ડ ધારકના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની રહેશે.
  9. બેંક કંપનીને અરજી પત્ર સાથે એક અલગ પેજ પર કાર્ડ સંબંધિત વ્યાજ દર, ચાર્જ સહિત અન્ય પ્રમુખ જાણકારી આપવાની રહેશે
  10. બેંક અથવા કંપની ગ્રાહકને વીમાનો વિકલ્પ પણ આપી શકે છે, જેથી કાર્ડ ગુમાવવા અથવા છેતરપિંડી પર રૂપિયાની ચુકવણી થઈ શકે.

આ સ્થિતિમાં બેંકો પર લાગશે બમણો દંડ 

RBI દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હવે જો કોઈ વ્યક્તિ અરજી કર્યા વિના ક્રેડિટ-ડેબિટ કાર્ડ જારી કરશે તો બેંકોને બે વખત દંડ ફટકારવામાં આવશે. હવે કાર્ડ જારી કરતી કંપનીઓ અથવા થર્ડ પાર્ટી એજન્ટ ગ્રાહકોને બાકી રકમની વસૂલાત માટે હેરાન કરી શકશે નહીં. આ દિશાનિર્દેશો 1 જુલાઈ, 2022 થી લાગુ થઈ ગયા છે અને તમામ પ્રકારની બેંકોને લાગુ પડશે.