પો૨બંદરના ઈન્દિરાનગરથી ઓડદર જતા રસ્તે પાલિકાના તંત્રની પોલ ખુલી : કોંગ્રેસ દ્વારા ઉચ્ચકક્ષાએ થઈ રજૂઆત

પોરબંદરથી ઓડદર જતા રસ્તે ઇન્દિરાનગર નજીક નગરપાલિકાનો ગંદાપાણીના શુધ્ધિકરણ માટેનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે.જ્યાથી અવાર – નવાર ગંદાપાણી ઉભરાઈને મુખ્ય રોડ ઉપર જ નહી પરંતુ તેની સામે આવેલ સીકોતેર માતાજીના મંદિર સુધી પહોચી જાઈ છે ત્યારે ગઈકાલે વધુ એક વખત આ પાણી મંદિર અને તેની ગૌ – શાળા સુધી ફેલાઈ જતા ગૌ – શાળામાં ઘાસચારાને અને ગૌ ધનને મોટું નુક્સાન થયું હોવાથી કોંગ્રેસ દ્વારા ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરવામાં આવી છે . પ્રદેશ કોંગ્રેસ પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ ઉચ્ચકક્ષાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે , પોરબંદરના ઇન્દિરાનગર થી ઓડદર તરફ જતા રસ્તે નગરપાલિકાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે કે જ્યાં ગટરના ગંદાપાણીનું શુદ્ધિકરણ થાય છે આ પ્લાન્ટ ખાતેથી અવારનવાર ગંદાપાણી છલકાઈ છે અને હાઈવે ક્રોસ કરીને સામે આવેલા સીકોતેર માતાજી મંદિર અને તેની ગૌ – શાળામાં એ પાણી ઘુસી જાય છે ગતરાત્રે પણ ત્યાના કર્મચારીની બેદરકારીને કારણે આ પાણી છલકાઈને મંદિર સુધી પહોચી ગયા હતા અને તેની ગૌ – શાળાની અંદર પાણીનો ભરાવો થઇ જતા પશુઓના ઘાસચારાને મોટું નુકસાન થયું હતું . એટલું જ નહી પરંતુ એ ગંદાપાણી જમીનમાં પણ ઉતરતા નહીં હોવાને કારણે પશુઓને તેમાં રહેવાની ફરજ પડતા તેમની ચામડીમાં પણ ફ્રોડલા જોવા મળ્યા હતા.રામદેવભાઈ મોઢવાડિયાએ આક્રોશ સાથે રજૂઆત કરી હતી કે હિન્દુત્વવાદી ગણાતી ભાજપ સરકાર ગૌ – ધનના નામે મત લે છે અને ગૌ – ધનના જતનની વાત આવે ત્યારે જવાબદારી ખંખેરે છે એ બાબત તેમના માટે શરમજનક છે.તેમણે જણાવ્યું હતું કે , આ ગંધ્રપાણીને લીધે મૂંગા પશુઓ માટે મહા મહેનતે એકત્ર કરેલ ઘાસચારો પલળી ગયો છે.અને તેના માટે માત્ર ને માત્ર અહિયાં કામ કરતા બેદરકાર કર્મચારીઓ જવાબદાર છે.તેમને ઉમેર્યું હતું કે આવી પરિસ્થિતિ એકવાર નહી પરંતુ અનેકવાર ઉદ્દભવી છે અને જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે ફરીથી આવું નહી થાયતેમ જણાવીને લુખ્ખા આશ્વાશન આપવામાં આવે છે અને થોડા દિવસો પછી ફરી એ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેથી આ પ્રકારની બેદરકારી કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહી તેમ જણાવીને રામદેવભાઈ મોઢવાડિયાએ ઉગ્ર આંલનની પણ ચેતવણી આપી છે