ગાંધીનગરમાં આવેલી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીને આવ્યો કોરોના રિપોર્ટ પોઝિટીવ

યુનિવર્સિટીમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યો છે. વિદેશી ડેલિગેશનનો વધુ એક વિદ્યાર્થીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. કંબોડિયા દેશના 18 વિદ્યાર્થીઓ 25 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં રોકાયા હતા. એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આજ ગ્રુપમાંથી વધુ એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી આવ્યો છે.

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પ્રોફેસર સહિતના 18 વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલ બધા જ વિધાર્થીઓને ઇન્ફોસિટીમાં આવેલ હોટલમાં રાખવામાં આવેલ છે. એક તરફ પીએમ મોદી માતા હિરાબાને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા છે તો બીજી તરફ દેશના મોટા નેતાઓ હિરાબા જલ્દી સાજા થાય તેવી કામના કરી રહ્યા છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને હિરાબા જલ્દી સાજા થાય તેવી કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય છે, મોદીજી આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય. તબિયત બગડતા જ માતા હિરાબાને યુ એન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યા છે.

See also  સુરતમાં પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થિની શહેરમાં ટોપર,જાણો કેટલા માર્ક્સ મેળવ્યા.

હિરાબાને હોસ્પિટલમાં ભરતી કરાયા બાદ હોસ્પિટલ તરફથી હેલ્થ બૂલેટિન જારી કરીને તેમની તબિયતની માહિતી આપવામાં આવી હતી. અહીં તમને જણાવી દઈએ કે હિરાબા 100 વર્ષના છે અને હાલ તેમની તબિયત સ્થિર છે. પીએમ મોદી માતાની મુલાકાતે પહોંચતા હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે.