વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં વેપાર-ઉદ્યોગજગતને આપી મોટી ભેટ,જ્વેલર્સ હવે સીધા જ બુલિયન ખરીદી શકશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાંન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ તથા NSE IFSC – SGX Connectનું લોન્ચ કરી વેપાર-ઉદ્યોગજગતને ભેંટ આપી છે. આ એક્સચેન્જના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરતા રોકાણકારો, ઉદ્યોગકારો અને ખાસ કરીને જ્વેલર્સને ખૂબ મોટો ફાયદો થશે. વડાપ્રધાને ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ઓથોરિટી (IFSCA) ના મુખ્યાલયની ઇમારતનું શિલાન્યાસ પણ કર્યું છે. વડાપ્રધાને આ પ્રસંગે કહ્યું હતું કે, ભારત પાસે ઉંમર અને અનુભવ બંને છે. ડિજીટલ પેમેન્ટમાં ભારતનો વિશ્વમાં હિસ્સો 40 ટકા છે. જ્વેલર્સ બુલિયનની સીધી જ ખરીદી કરી શકાશે ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનાં ઉદ્ઘાટનથી હવે જ્વેલર્સ સીધા જ બુલિયન ખરીદી શકશે. જે ગોલ્ડ સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રી, જ્વેલર્સને વિસ્તાર કરવામાં મદદ કરશે. ભારતીય સંસ્કૃતિમાં ગોલ્ડ એટલે કે સોનું એક મહત્વનો ભાગ ભજવે છે. કારણે ભારત આજે સોના-ચાંદીના ક્ષેત્રમાં એક મોટું માર્કેટ છે. બુલિયન ખરીદી સાથે જ્વેલર્સ ઇન્ટનરનેશનલ પ્રાઇસ ડિસ્કવરીમાં ભાગ લઇ શકશે. સીધા ગોલ્ડમાં ટ્રેડ કરવાની તક મળશે. ગોલ્ડ ટ્રેડિંગની માર્કેટ ઓર્ગનાઇઝ્ડ થશે. ભારતમાં ગોલ્ડની ડિમાન્ડ અને ગોલ્ડની પ્રાઇસને પ્રભાવિત કરશે અને નિર્ધારિત પણ કરશે. આગામી દિવસમાં જે થશે તેનો પ્રભાવ વિશ્વમાં થશે. તેનાથી દૂનિયાને દિશા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ગુજરાતમાં હતો ત્યારે ગિફ્ટ સિટીની પરિકલ્પના કરી હતી. તે આર્થિક ગતિવિધિઓ સુધી સિમિત ન હતી. જાન્યુઆરી 2013માં ગિફ્ટ બેન્કના ઇનોગ્રેશન માટે આવ્યો હતો. ત્યારે ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડિંગ કહેતા હતા. પરંતુ ગિફ્ટ સિટી એક એવો આઇડિયા પોતાના સમય કરતા પણ ઘણો આગળ હતો. આ ભવન આર્કિટેક્ચરમાં જેટલું ભવ્ય હશે એટલું જ તે ભારતને આર્થિક મહાશક્તિ બનાવવાના અનેક અવસર ઉભા કરશે. ભારત હવે યુએસએ, યુકે અને સિંગાપોર જેવા વિશ્વના દેશોની હરોળમાં ઊભું છે, જ્યાંથી વૈશ્વિક નાણાને દિશા આપવામાં આવે છે. ગિફ્ટ સિટીના વિઝન સાથે દેશના સામાન્ય માણસની આકાંક્ષાઓ જોડાયેલી છે. ગિફ્ટ સિટીમાં ભારતના ભવિષ્યનું વિઝન જોડાયેલું છે, ભારતના સોનેરી ભૂતકાળના સપનાઓ પણ જોડાયેલા છે. ગિફ્ટ સિટી વાણિજ્ય અને ટેક્નોલોજીના હબ તરીકે મજબૂત છાપ ઉભી કરી રહ્યું છે. આજે 21મી સદીમાં નાણા અને ટેકનોલોજી એકબીજા સાથે જોડાયેલા છે, અને જ્યારે ટેક્નૉલૉજી, વિજ્ઞાન અને સૉફ્ટવેરની વાત આવે છે, ત્યારે ભારત પાસે ઉંમર અને અનુભવ બંને છે. આજે સમગ્ર વિશ્વમાં રિયલ ટાઇમ ડિજિટલ પેમેન્ટ્સમાં એકલા ભારતનો હિસ્સો 40 ટકા છે.