નેત્રંગ તાલુકાના કોઈલીમાંડવી ગામનો ખેડૂત રાજેન્દ્ર જમાલીયા વસાવા તેના ખેતર હડ લાંકડુ હાંકવા સીમમાં ગયો હતો.
નેત્રંગ તાલુકા ભાજપાના પૂર્વ પ્રમુખે ખેડૂતને ફટકાર્યો
સાંજના છ વાગ્યા આસપાસ ધરે આવતો હતો ત્યારે પીંગોટ ગામનો વતની અને હાલના તાલુકા પંચાયતના પ્રમુખના પતિ માનસીંગ દમણીયા વસાવા, તાલુકા પંચાયત સભ્ય સુરેશ વસાવા , રહે ચંદ્રવાણ , સુરેન્દ્ર ઉફે મુન્નો રહે આટખોલ તેમજ અન્ય એક અજાણ્યો ઇસમ મારૂતિ ગાડીમાં આવી રહ્યા હતા.
ત્યારે માનસીંગ વસાવાએ ગાડી ઉપર મારતા ત્યારે ખેડૂત રાજેન્દ્ર વસાવાએ મારી પર કેમ ગાડી લાવી તેમ કહેતા માનસીંગ વસાવાએ રાજેન્દ્રને ગમેતેમ ગાળો બોલી આ રોડ તારા બાપનો છે તેમ કહી આવેશમાં આવી સત્તાના નશામાં ચૂર આ ગરીબ ખેડૂતને ઢીકાપાટુનો માર મારતા સુરેશ વસાવા તેમજ સુરેન્દ્ર ઉર્ફે મુન્નો પણ ગાડીમાથી બહાર આવી રાજેન્દ્રને પકડી બંન્ને જણાએ પણ ઢોરમાર મારી ઈજાગ્રસ્ત કરતા તેને મારતો જોઈ લોકોએ બચાવ્યો હતો.
હાલ નેત્રંગ પોલીસે આ કોઈલીમાંડવી ગામના આદિવાસી ગરીબ ખેડૂતની ફરિયાદ લઈ ચારેયને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે.
તાલુકાના અગ્રણી હોદ્દેદારો થઈને સામાન્ય પ્રજામાં સતાનો રુવાબ બતાવતા આ હોદ્દેદારોને શિસ્તના પગલાં જિલ્લાકક્ષાએથી ભરવામાં આવે તેવી તાલુકાના લોકોની માંગણી છે .