વિરાટ કોહલીને ટી-20 વર્લ્ડકપ ટીમમાં જગ્યા ના મળી તો ક્યારેય વાપસી નહી કરી શકે- રિકી પોન્ટિંગ

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના ફોર્મને લઇને સૌથી વધુ ચર્ચા થઇ રહી છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સીરિઝમાં તેનું બેટ શાંત રહ્યુ હતુ. 2019માં તેના બેટથી અંતિમ સદી લાગી હતી અને હવે તેની રાહ વધી રહી છે. વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ સીરિઝમાં તેને આરામ આપવામાં આવ્યો છે. આ વચ્ચે તેના ફોર્મ અને ભવિષ્યને લઇને ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

આઇસીસી રિવ્યૂ કાર્યક્રમમાં કોહલીના ફોર્મને લઇને રિકી પોન્ટિંગે કહ્યુ કે જો ટીમ ઇન્ડિયા તેને આગામી ટી-20 વર્લ્ડકપમાં જગ્યા નથી આપતી તો પછી તેની ટીમમાં વાપસી મુશ્કેલ છે. રિકી પોન્ટિંગે કહ્યુ કે, મને લાગે છે કે જો હું એક વિપક્ષી કેપ્ટન અથવા એક વિપક્ષી ખેલાડી હોત તો મને આવી ભારતીય ટીમમાં રમવાનો ડર હોત જેમાં વિરાટ કોહલી હોય.

હું જાણુ છુ કે તેનો મુશ્કેલ સમય ચાલી રહ્યો છે અને તેની સામે પડકાર છે પરંતુ તમામ મહાન ખેલાડી ક્યારેક ને ક્યારેક આ સમયમાંથી પસાર થાય છે પછી તે બેટ્સમેન હોય કે પછી બોલર અને મહાન ખેલાડી તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે.

કોહલીને લઇને પોન્ટિંગની ભવિષ્યવાણી

ભારતમાં પણ વિરાટ કોહલીના ફોર્મને લઇને કપિલ દેવ સહિત કેટલાક ક્રિકેટર ટીમમાં તેની જગ્યાને લઇને સવાલ ઉઠાવતા રહ્યા છે. પોન્ટિંગે કહ્યુ કે જો ટીમ તેને ટી-20 વર્લ્ડકપની બહાર રાખવાનો નિર્ણય કરે છે તો તેની માટે આગળનો રસ્તો પુરી રીતે બંધ થઇ શકે છે. જો તમે વિરાટ કોહલીને વર્લ્ડકપની બહાર છોડી દો છો અને તેના સ્થાન પર બીજો કોઇ રમે છે તો વિરાટ કોહલી માટે ટીમમાં પરત ફરવુ મુશ્કેલ બનશે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન તરીકે શું કરતો પોન્ટિંગ

પોન્ટિંગે કહ્યુ કે, જો હું ભારતીય ટીમમાં સ્થિતિમાં હોત તો હું તેનો સાથ આપતો અને તેને આશ્વાસન આપતો કે તે સમય લે. મને લાગે છે કે જો હું એક કેપ્ટન અથવા કોચ હોત અથવા ભારતીય સેટઅપમાં હોત તો હું જેટલુ બની શકે તેને વધુ તક આપતો અને રાહ જોતો જેથી તે ફરીથી રન બનાવવાના શરૂ કરે.