અમદાવાદ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ જ્યોતિષ સેમિનારમાં સંકેત શુકલે ભરૂચનું નામ રોશન કર્યું.

અમદાવાદ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ જ્યોતિષ સેમિનારમાં સંકેત શુકલે ભરૂચનું નામ રોશન કર્યું..

અમદાવાદ ખાતે યોજાયેલા ૨૧માં ઇન્ટરનેશનલ જ્યોતિ સેમીનાર માં ભરૂચના સંકેત સુકલે સફળતા મેળવી..
ભરૂચ
અમદાવાદ ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન દ્વારા ગુજરાત વિદ્યાપીઠમાં ૨૧માં ઇન્ટરનેશનલ જ્યોતિષી સેમીનારનું આયોજન થયું હતું જેમાં ભરૂચના સંકેત શુકલે પણ ગોલ્ડ મેડલ અને બોન્ઝ મેડલ મેળવી જ્યોતિષ સેમિનારમાં ભરૂચનું ગૌરવ વધાર્યું હતું
અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ એસ્ટ્રો ફાઉન્ડેશન દ્વારા ગુજરાત વિદ્યાપીઠમાં ૨૧માં ઇન્ટરનેશનલ જ્યોતિષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતના વિવિધ રાજ્યો માંથી ૪૦૦થી વધુ અનેક વિધ જ્યોતિષો હાજર રહ્યા હતા જેમાં સેમીનાર ઉપરાંત જ્યોતિશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર ટેરોટ રીડીંગ અંગેના વિષયો ઉપર વકૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી જેમાં ભરૂચના જ્યોતિષી સંકેત કલ્પેશકુમાર શુકલે ભાગ લીધો હતો જેમાં તેમણે વાસ્તુશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ અને જ્યોતિ શાસ્ત્રમાં બોન્ઝ મેડલ મેળવીને અમદાવાદ ખાતે ઇન્ટરનેશનલ જ્યોતિષ સેમીનારમાં ભરૂચનું ગૌરવ વધાર્યું છે અમદાવાદ ખાતે નાની ઉંમરમાં ભૃગુઋષિની ભૂમિ ભરૂચને એક ગૌરવંતી સ્થાન અપાવ્યું છે જેના પગલે જ્યોતિષ જગતમાં પણ સંકેત સુકલે પોતાનું ગૌરવ વધાર્યું છે જેના પગલે ભરૂચમાં પણ ખુશીની લહેર પ્રસરી રહી છે