મેંદરડાના ખાખી મઢી રામજી મંદિર ખાતે સ્કૂલના બાળકોએ શિવ અભિષેક કર્યો

આજરોજ શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મેંદરડા શહેરના અંબાળા રોડ પર આવેલ ખાખી મળી રામજી મંદિર ખાતે પરમ પૂજ્ય સંત સુખરામદાસજી બાપુના સ્નેહી મિત્ર હરેશભાઈ ભાખર સાહેબ દ્વારા તેમની સ્કૂલ ના બાળકોને લઈ અને શિવ અભિષેક કરવા માટેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બોહડી સંખ્યામાં આ સ્કૂલના બાળકો મેંદરડાના રામજી મંદિર ખાખી મઢી પર મુલાકાત લીધી હતી બાળકોમાં પણ હિન્દુ સંસ્કૃતિ અને ભગવાન ભોળાનાથ વિશે માહિતગાર થાય તેવા ઉમદા હેતુથી સ્કૂલ દ્વારા એક નાના પ્રવાસનું આયોજન કર્યું હોય તેના ભાગરૂપે મેંદરડા સ્થિત ખાખી મઢી માં તમામ બાળકોને સ્કૂલ તરફથી દર્શનાર્થે લઈ આવવામાં આવ્યા હોય ત્યારે આ મંદિરના મહંત સુખરામદાસ બાપુ દ્વારા તેમના સ્કૂલ સંચાલક ટીચર સહિત બાળકોને આવકાર્યા હતા અને મહાદેવનો અભિષેક કરાવડાવ્યો હતો મહંત શ્રી સુખરામદાસ બાપુ દ્વારા ખાખી મઢી ખાતે પધારેલા તમામ સ્કૂલના નાના નાના બાળકોને બોધ આપવાનું અવસર પ્રાપ્ત થયો હતો મહંત સુખરામદાસ બાપુ દ્વારા ભગવાન શ્રીરામ મહાદેવ નું બોધપાઠ આ બાળકોને કરાવ્યું હતો અને બાળકો સાથે દિવસ પસાર કર્યું હતું