આ તારીખે વાગશે સિદ્ધાર્થ-કિયારાના લગ્નની શરણાઈ, જાણો ક્યારે અને ક્યાં થશે પ્રી-વેડિંગ અને લગ્ન

બૉલીવુડના ચર્ચિત કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને લઇને એક નવી માહિતી સામે આવી છે.એ મુજબ હાલ કહેવામાં આવી રહ્યું છે કે બંને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે અને આ લગ્ન રાજસ્થાનમાં થશે, જેમાં એમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થશે. જો કે હજુ સુધી આ લગ્નને લઈને કપલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી પણ તાજેતરમાં જ બંને પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળ્યા હતા અને એ પછીથી જ તેમના લગ્નની ચર્ચાઓને વધુ હવા મળી છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ કેટરિના કૈફ-વિકી કૌશલ, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા-નિક જોનાસ અને અનુષ્કા શર્મા-વિરાટ કોહલી જેવા ભવ્ય લગ્નનું આયોજન કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન જેસલમેર પેલેસ હોટલમાં હાઈ એન્ડ સિક્યુરિટી સાથે ભવ્ય અંદાજમાં થશે. 3 ફેબ્રુઆરીથી જ સુરક્ષા વ્યવસ્થા શરૂ થઈ જશે. હાલમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. સિડ-કિઆરાના ફેન્સ પોતાના ફેવરેટ કપલના લગ્ન સાથે સંબંધિત દરેક વસ્તુની જાણકારી જાણવા માટે ઘણા એક્સાઈટેડ છે.

આ દરમિયાન ઈન્ડિયા ટુટેના સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીના લગ્ના પ્રી વેડિંગ ફંક્શન હલ્દી માટે ફેમિલી મેંમ્બર્સે પીળા કલરના કપડાની ખરીદી શરૂ કરી દીધી છે. ઉપરાંત, આ કપલ સંગીત સેરેમની માટે તેમની ફિલ્મ ‘શેરશાહ’નું સુપરહિટ ગીત ‘રાતા લાંબિયા’ પસંદ કર્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો સિડ અને કિઆરા રાજસ્થાનના જેસલમેરમાં પંજાબી રીતિ-રિવાજ સાથે લગ્ન કરશે. આ સાથે જ મુંબઈમાં આ કપલના લગ્નનું ભવ્ય રિસેપ્શન યોજાશે, જેમાં ઈન્ડસ્ટ્રીના તમામ સુપરસ્ટાર્સ સામેલ થશે. જો અહેવાલોનું માનીએ તો, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીના પ્રી-વેડિંગ ફંક્શન માટે આવતા મહિને 4 ફેબ્રુઆરી અને 5 ફેબ્રુઆરીએ હલ્દી, મહેંદી અને સંગીતની તારીખો નક્કી કરવામાં આવી છે. આ સાથે 6 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્નનાં બંધનમાં જોડાય શકે છે.