ઉત્તરાયણ બાદ મોદી કેબિનેટમાં વિસ્તરણની ચર્ચા, બદલી શકે છે કેટલાક મંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટનો વિસ્તાર બહુ જલ્દી થવાનું છે. મોદીના મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલને લઈને અટકળોએ જોર પકડ્યું છે. 14 જાન્યુઆરી બાદ કેબિનેટનો વિસ્તાર થઈ શકે છે. ખરમાસની તુરંત બાદ કેટલાય વિભાગોના મંત્રી બદલાઈ શકે છે. તો વળી અમુક નવા ચહેરાને કેબિનેટમાં જગ્યા મળશે. ઉપરાંત ખરાબ પ્રદર્શન કરનારા અમુક મંત્રીઓને ઘરભેગા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમુક નામ નક્કી થઈ ગયા છે, જેમને મંત્રીમંડળમાં જગ્યા આપવાની પુરી તૈયારી થઈ ચુકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PM મોદી મકર સંક્રાંતિ (14 જાન્યુઆરી) અને બજેટ સત્રની શરૂઆત વચ્ચે તેમના કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે.

મોદી સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ અંગેની ચર્ચાઓ તેજ બની છે. એવું માનવામાં આવે છે કે 14 જાન્યુઆરી પછી ખરમાસ સમાપ્ત થઈ રહી છે, ત્યારબાદ કેબિનેટમાં ફેરફાર શક્ય છે. આ સાથે ભાજપના સંગઠનમાં પણ મોટા ફેરફારો થઈ શકે છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ પણ 20 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. આ દરમિયાન ગુજરાતના કેટલાક સાંસદોને પણ પીએમ મોદીની ટીમમાં એન્ટ્રી મળી શકે છે. કેન્દ્ર સરકાર સાતે જોડાયેલ અમુક ખાસ સૂત્રોએ જણાવ્યું છે કે ,કેબિનેટ વિસ્તારમાં ન ફક્ત રોટેશન પોલિસીનું પાલન કરવામાં આવશે, પણ તે સાંસદોને પણ ઈનામ મળશે, જેમણે હાલની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત અમુક કેબિનેટ મંત્રીઓને સંગઠનમાં સ્થાન આપી શકે છે. આપને જણાવી દઈએ કે, આ વર્ષ જૂન મહિનામાં કેબિનેટનો વિસ્તાર કર્યો હતો.

જેમાં 12 સાંસદોને મોકો મળ્યો હતો. આ વખતે કેબિનેટ વિસ્તારમાં કેટલાય અન્ય ચહેરાને પણ મોકો આપી શકે છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (જેપી નડ્ડા)નો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. આ ઉપરાંત પાર્ટી જાન્યુઆરીમાં તેની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પણ યોજશે અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના કેટલાક સાંસદોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. આ સાથે કામગીરીના આધારે કેટલાક મંત્રીઓને હટાવવાની પણ ચર્ચા છે. જણાવી દઈએ કે મોદી સરકારના બીજા કાર્યકાળમાં ગયા વર્ષે 7 જુલાઈના રોજ કેબિનેટમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેબિનેટમાંથી 12 મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા હતા. હવે આગામી લોકસભાની ચૂંટણીને હજુ 15 મહિના બાકી છે, પરંતુ સંગઠન અને સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ વર્ષે ભાજપે યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં બહુમતી મેળવીને સરકાર બનાવી છે. આ ચાર રાજ્યોમાં સરકારનું પુનરાવર્તન થયું છે. તાજેતરમાં ગુજરાતમાં પણ જંગી બહુમતી સાથે સરકાર પરત આવી છે. જો કે હિમાચલ પ્રદેશમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ પાર્ટીનો પરાજય થયો હતો. પાર્ટી હવે નવા સંગઠન અને સરકારમાં ફેરફારની શક્યતા જોઈ રહી છે. જાણકારી અનુસાર, કેબિનેટ વિસ્તારમાં વિધાનસભા ચૂંટણીને પણ ધ્યાનમાં રાખવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત સારુ પ્રદર્શન કરનારા સાંસદોને પણ મંત્રીમંડળમા જગ્યા મળી શકે છે. ત્યારે આવા સમયે મકરસંક્રાતિ બાદ મોદી કેબિનેટનો વિસ્તાર થઈ જશે. આ દરમિયાન એવું પણ કહેવાય છે કે, કેટલાય મોટા ચહેરાઓને ઘરભેગા કરી દેવામાં આવશે. મંત્રીમંડળમાં આ ફેરફાર લોકસભા ચૂંટણી પહેલા અંતિમ વખત કરવામાં આવી રહ્યા છે. એટલા માટે બજેટ પહેલાથી મોદી કેબિનેટમાં ફેરફાર થઈ શકે છે.