સ્ટુડન્ટ્સ માટે સ્પેશિયલ લેપટોપ લોન્ચ, Intel પ્રોસેસર અને 25 હજાર રૂપિયાથી ઓછામાં ઘણા પાવરફુલ ફીચર્સ

Infinixએ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બજેટ લેપટોપ લોન્ચ કરાયું છે. કંપનીએ Inbook X1 ને વધારતા InBook X1 Neo લોન્ચ કર્યું છે. આ લેપટોપ બજેટ કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. આમાં ફાસ્ટ ચાર્જિંગનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે.

તેના વજન અંગે કંપનીએ કહ્યું છે કે તેનું વજન માત્ર 1.24KG છે. આ લેપટોપમાં Intel Celeron Quad Core N5100 પ્રોસેસર આપવામાં આવ્યું છે. લેપટોપને 8GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે.

Infinix Inbook X1 Neo કિંમત અને સેલ

INBook X1 Neo લેપટોપ 24,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ લેપટોપનો સેલ ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ દ્વારા 21 જુલાઈથી શરૂ થશે. આ લેપટોપ પર Citi, RBL, Kotak અને Axis બેંક કાર્ડ યુઝર્સને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેને બ્લુ અને સિલ્વર કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

Infinix Inbook X1 Neo ની સ્પેશિફિકેશન

Infinix INBook X1 Neoમાં 14 ઇંચની સ્ક્રીન છે. આ લેપટોપ FHD રિઝોલ્યુશન અને 300 nits સુધીની પીક બ્રાઈટનેસ સાથે આવે છે. તેમાં એલ્યુમિનિયમ એલોય બોડી છે. આ ડિવાઇસનું વજન 1.24 કિલો છે. તેમાં બેકલીટ કીબોર્ડ પણ છે.

આ સિવાય આ લેપટોપમાં HD વેબકેમ અને ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર આપવામાં આવ્યા છે. Infinix INBook X1 Neo લેપટોપ Intel Celeron N5100 ક્વોડ કોર પ્રોસેસર સાથે આવે છે. આ ડિવાઇસમાં 8GB RAM અને 256GB NVMe PCIe 3.0 SSD સ્ટોરેજ છે.

કંપનીએ આ લેપટોપમાં 50WHrની બેટરી આપી છે. આ અંગે કંપનીનો દાવો છે કે તે એક જ ચાર્જ પર એક દિવસ સુધી ચાલે છે. તેમાં 45W ચાર્જિંગ સ્પીડ માટે સપોર્ટ છે. Infinix INBook X1 Neo Windows 11 OS પર કામ કરે છે. કનેક્ટિવિટી માટે, આ ડિવાઇસમાં બે USB-A પોર્ટ, બે USB-C પોર્ટ, એક HDMI પોર્ટ, SD કાર્ડ સ્લોટ અને હેડફોન જેક છે.