બિઝનેસ/ ફક્ત 10,000 રૂપિયા લગાવીને નોકરીની સાથે ઘરે બેઠા શરૂ કરો આ બિઝનેસ, સરકાર પણ કરશે મદદ

આજના જમાનામાં મોંઘવારી વધી રહી છે અને મોટા શહેરોમાં ઘરખર્ચ પણ માંડ માંડ પુરા પડે છે. ત્યારે આવા સમયે સાઈડ બિઝનેસ આપને મોટી રાહત આપશે. ત્યારે આવા સમયે અમે અહીં આપના માટે એક શાનદાર બિઝનેસ આઈડીયા લઈને આવ્યા છીએ. આપ ઘરે બેઠા તેમાં મામૂલી રોકાણ કરીને સારી એવી આવક કમાઈ શકશો. આપને જણાવી દઈએ કે, અથાણા બિઝનેસમાં આપને મોટુ રોકાણ પણ કરવાની જરૂર નથી.

સરકાર કરી રહી છે મદદ
કોઈ પણ બિઝનેસ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારની કેટલીય સ્કીમ છે. જેમાં લાભ ઉઠાવીને આપ બિઝનેસ શરૂ કરી શકશો. આ બિઝનેસ શરૂ કરવા માટે 900 વર્ગ ફુટ એરિયા હોવો જરૂરી છે. અથાણા તૈયાર કરવા, અથાણા સુકવવા, અથાણાને પેક કરવા માટે ખુલ્લી જગ્યા હોવી જરૂરી છે. અથાણુ લાંબા સમય સુધી ખરાબ ન થાય તેના માટે સાફ સફાઈ હોવી ખૂબ જરૂરી છે.
જોઈ લો કેટલી થશે કમાણી
જો આપ અથાણા મેકીંગ બિઝનેસમાં 10,000 રૂપિયા લગાવશો, તો તેમાં ડબલ આવક થશે. પહેલા માર્કેટિંગમાં ઘણો ખર્ચો થતો હતો. પણ હવે તમે તેનું માર્કેટિંગ ફ્રીમાં સોશિયલ મીડિયા પર પણ કરી શકશો. જે આપના માટે નફો સાબિત થશે. આ બિઝનેસમાં મહેનત અને લગનથી નવા નવા આઈડિયા સાથે બિઝનેસ ગ્રો કરશે. તેમાં આપને દર મહિને સારી આવક થતી પણ દેખાશે.
કેવી રીતે મળશે લાયસન્સ
અથાણા મેકીંગ બિઝનેસ માટે લાયસન્સની જરૂર હોય છે. બિઝનેસ શરૂ કરવા માટે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાંર્ડર્ડ અથોરિટી પાસેથી લાયસન્સ લેવાનું હોય છે. આ લાયસન્સ માટે ઓનલાઈન ફોર્મ ભરીને આપ અપ્લાઈ કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે હાલ મોંઘવારીએ માઝા મૂકી છે. એકની કમાણીમાં ઘર ચલાવવું ખુબ જ મુશ્કેલ છે. એવામાં ઘરની સ્ત્રીઓ ઘરમાં બેસીને જ પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે.