ફાયદાની વાત/ ફક્ત 7 રૂપિયાની રોકાણ કરીને આપ મેળવી શકશો 60,000નું પેન્શન, આજે જ કરો રોકાણ

લોકોને આર્થિક મદદ માટે સરકારે વર્ષ 2015માં અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. આ યોજનાનો લાભ કરોડો લોકો ઉઠાવી રહ્યા છે. આ એક એવી યોજના છે, જે અસંગઠિત કર્મચારીઓને સુરક્ષા આપે છે. આ યોજના અંતર્ગત એક શખ્સ એક જ અકાઉન્ટ ખોલી શકે છે. આ યોજના અંતર્ગત દરરોજ 7 રૂપિયા બચાવીને 60,000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો.

આ સરકારી યોજનામાં આપ 18 વર્ષની ઉંમરમાં રોકાણ કરી શકશો. 60,000 રૂપિયા વાર્ષિક પેન્શન મેળવવા માટે આપને 42 વર્ષ માટે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. એટલે કે, એક દિવસમાં આપ 7 રૂપિયાનું રોકાણ કરવાનું થાય છે. ફક્ત આટલા રૂપિયાનું રોકાણ કરીને 60,000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે.

અટલ પેન્શન યોજના વિશે શરતો

અટલ પેન્શનનો લાભ લેવા માટે ગ્રાહકોની ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત તેમની પાસે એક સેવિંગ બેંક અકાઉન્ટ પણ હોવું જોઈએ અને જો કોઈની પાસે સેવિંગ અકાઉન્ટ નથી, તો તેને અકાઉન્ટ ખોલવાનુ રહેશે. આ ઉપરાંત અરજી કર્તા પાસે મોબાઈલ નંબર હોવો જોઈએ અને તેની ડિટેલ રજિસ્ટ્રેશન દરમિયાન બેંકને આપવાની હોય છે.

60 બાદ કેટલુ મળશે પેન્શન

આ યોજના અંતર્ગત આપને દર મ હિને એક નિશ્ચિત રકમ જમા કરાવવા પર રિટાયરમેંટ બાદ 1 હજાર રૂપિયાથી 5 હજાર રૂપિયા સુધીનું મહિને પેન્શન મળી શકે છે. સરકાર દર 6 મહિને ફક્ત 1239 રૂપિયાના રોકાણ પર 60 વર્ષની ઉંમર બાદ આજીવન 5000 રૂપિયા મહિલે પેન્શનની ગેરેન્ટી આપે છે.

ઈનકમ ટેક્સમાં છૂટ

આ યોજનાની ખાસ વાત એ છએ કે તેમા રોકાણ કર્યા પછી તમને ઇનકમ ટેક્સના સેક્શન 80સી હેઠળ છૂટ પણ મળે છે. તેમા ઓછામાં ઓછા 1000 રૂપિયા અને મહત્તમ 5 હજાર રૂપિયા માસિક પેન્શન મળી શકે છે. સબ્સક્રાઈબરના મોત પછી નોમિનીને પેન્શનની રકમ આપવામાં આવે છે. આ યોજના બેઠળ ઓછામાં ઓછું 20 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે.