તુનિષા આત્મહત્યાની બહાર આવી મોટી જાણકારી, કથિત બોયફ્રેન્ડ ની ધરપકડ

ટીવી અભિનેત્રીએ તુનિષા શર્માના મૃત્યુ સમાચારે બધાને પરેશાન કરી દીધા છે. અભિનેત્રીએ 24 ડિસેમ્બરે શૂટિંગ સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. તેના આ કારણ થી દરેક લોકો દુઃખી અને હેરાન છે. તેના સુસાઈડના કેસમાં પોલીસે પગલાં ભર્યા છે. ભાર આવ્યું કે અભિનેત્રીએ ક્રેપ બેન્ડેજથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. તુનિષા શર્માના મોતના મામલામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મોડી રાત્રે પોલીસે એફઆઈઆર નોંધીને તુનીશાના મિત્ર અને કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાનની ધરપકડ કરી હતી. ઘટના બાદ પોલીસ શીજાનની પૂછપરછ કરી રહી હતી.

તુનીષાની માતાએ પણ શીજાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ટીવી સિરિયલના સેટ પર તુનિષાએ જે મેક-અપ રૂમમાં ફાંસી લગાવી હતી, તે માત્ર શીજાનનો રૂમ હતો. આરોપી શીજને જણાવ્યું હતું કે જ્યારે તે શૂટ કરીને પાછો આવ્યો ત્યારે રૂમ અંદરથી બંધ હતો. જ્યારે ગેટ ન ખૂલ્યો તો તે દરવાજો તોડીને અંદર પહોંચ્યો, જ્યાં તુનિષા લટકતી જોવા મળી. તુનિષા શર્મા સુસાઈડ કેસમાં પોલીસના જણાવ્યા પ્રમાણે અભિનેત્રીએ ક્રેપ બેન્ડેજનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી હતી. તેના હાથમાં મચકોડ આવી હતી, જેના માટે તુનિષાએ ક્રેપ બેન્ડેજ બાંધી હતી અને તે જ ક્રેપ બેન્ડેજની મદદથી તુનીષાએ આત્મહત્યા કરી હતી. તુનિષાએ તેના હાથ સાથે બાંધેલી ક્રેપ બેન્ડેજનો ફાંસીના ફંદા તરીકે ઉપયોગ કર્યો અને આત્મહત્યા કરી.

See also  રાજકોટના કથિત કલ્કી અવતારનો દાવો, 'ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે"

પોલીસે આ કેસમાં આરોપી શીજન વિરુદ્ધ કલમ 306  હેઠળ કેસ નોંધ્યો હતો. શીજાનને આજે વસઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું હતું કે તુનીશા આરોપી શીજાન સાથે સંબંધમાં હતી. શીજાને થોડા દિવસો પહેલા તુનિષા સાથે બ્રેકઅપ કરી લીધું હતું, જેના કારણે તુનિષા નારાજ હતી અને તેણે શનિવારે આત્મહત્યા કરી લીધી હતી. હાલમાં પોલીસ આ સુસાઈડ કેસની તપાસમાં જોડાયેલી છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આખરે તુનિષાએ આટલું મોટું પગલું કેમ ઉઠાવ્યું.

તુનિષાની માતાની ફરિયાદ પર પોલીસે તેના કો-સ્ટાર શીઝાન ખાનની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે તેની ફરી ધરપકડ કરી હતી. આ સાથે જ વસાઈ કોર્ટે શીઝાનના ચાર દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. હવે શીઝાન પોલીસ રિમાન્ડ પર છે, પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. હવે આ મામલે બીજું કંઈ સામે આવે છે કે નહીં તે જોવાનું રહેશે. પોલીસના જણાવ્યા અનુસાર તુનીશા પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. આ કેસમાં આત્મહત્યા અને હત્યાના બંને એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે નાયગાંવ સ્થિત ટીવી સિરિયલ સેટના સ્ટાફ અને અન્ય સહયોગીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. તુનીશા તેની માતા સાથે મુંબઈમાં રહેતી હતી. માતાએ તુનીશાના મિત્ર શીજાન પર આરોપ લગાવ્યો છે. માતાએ કહ્યું કે તુનીશાએ શીજાનથી નારાજ થઈને આત્મહત્યા કરી હતી. શીજાન ટીવી શો અલી બાબામાં તુનીશાનો કો-એક્ટર હતો.

See also  સુરતમાં પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થિની શહેરમાં ટોપર,જાણો કેટલા માર્ક્સ મેળવ્યા.