આ કારનો બમ્પર ક્રેઝ, 2 કલાકમાં બુકિંગ ફૂલ, તમામ કાર વેચાઈ ગઈ!

ભારતમાં લક્ઝરી કારનું માર્કેટ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આનો લેટેસ્ટ પુરાવો વોલ્વોની હમણાં લોન્ચ થયેલી કાર Volvo XC40 રિચાર્જ છે. કંપનીએ ભારતીય બજારમાં લક્ઝરી કાર ઈવી કાર લોન્ચ કરી છે. ભારતીય કસ્ટમર તરફથી તેને જે બમ્પર પ્રતિસાદ મળ્યો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બુકિંગના માત્ર બે કલાકમાં તેના તમામ યુનિટ વર્ષ 2022 માટે બુક થઈ ગયા હતા.

સૌથી સસ્તી લક્ઝરી ઇલેક્ટ્રિક કાર

Volvo એ ભારતીય બજારમાં Volvo XC40 રિચાર્જ રૂપિયા 55.90 લાખની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરી છે. કંપનીએ વર્ષ 2022 માટે બુકિંગ માટે 150 યુનિટ રાખ્યા હતા. બુકિંગના માત્ર બે કલાકમાં જ કંપનીને 150 બુકિંગ મળી ગયા. કંપની આ કારને ભારતમાં જ એસેમ્બલ કરી રહી છે. તે ભારતીય બજારમાં મળતી સૌથી ઓછી કિંમતની લક્ઝરી ઇલેક્ટ્રિક કાર હોવાનું કહેવાય છે.

આ વર્ષે ઘણા યુનિટની ડિલિવરી

કંપનીએ તેનું બુકિંગ શરૂ કર્યું ત્યારે કહ્યું કે Volvo XC40 રિચાર્જના તમામ 150 યુનિટ માત્ર બે કલાકમાં વેચાઈ ગયા. કંપનીનો દાવો છે કે આ સૌથી ઓછા સમયમાં કોઈપણ લક્ઝરી ઈલેક્ટ્રિક વાહન વેચવાનો રેકોર્ડ છે. કંપનીએ કહ્યું કે તે 2022 પછી ડિલિવરી માટે બુકિંગ લેવાનું ચાલુ રાખશે. કંપનીએ કહ્યું કે શરૂઆતના 150 યુનિટ આ વર્ષના અંત સુધીમાં ડિલિવરી કરવામાં આવશે.

આ રણનીતિએ કંપનીને અપાવી સફળતા

વોલ્વો કાર ઈન્ડિયાના એમડી જ્યોતિ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, “માત્ર બે કલાકમાં ડિલિવરીનો જબરજસ્ત પ્રતિસાદ વોલ્વો કારમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે. તેમના બિઝનેસ પાર્ટનરના સ્થાનો પર કારનું પ્રદર્શન કરવાની અને તેમને તે શહેરોમાં કસ્ટમરને XC40 રિચાર્જ ચલાવવાની તક આપવાની તેમની રણનીતિથી મદદ મળી. તેનાથી લોકોને કાર ખરીદવાનો નિર્ણય લેવામાં મદદ મળી.

લક્ઝરી કારમાં મળી રહ્યાં છે આ ફીચર્સ

આ માત્ર સૌથી બજેટ લક્ઝરી ઈલેક્ટ્રિક કાર જ નથી પણ દેશની પહેલી લોકલ એસેમ્બલ લક્ઝરી ઈવી કાર પણ છે. કંપની તેને બેંગ્લોર નજીક હોસ્કોટ પ્લાન્ટમાં એસેમ્બલ કરશે. આ કારના ફિચર્સ વિશે વાત કરીએ તો તેમાં બે-મોટર સેટઅપ છે, જે 408 bhp પાવર અને 660 NM ટોર્ક જનરેટ કરવામાં કેપેબલ છે. મોટર 78 kWh બેટરી પેક દ્વારા ઓપરેટેડ છે અને યોગ્ય પરિસ્થિતિઓમાં 400 કિલોમીટરથી વધુની રેન્જ પહોંચાડવામાં કેપેબલ છે. આ કાર 4.9 સેકન્ડમાં શૂન્યથી લઈને 100 કિમી પ્રતિ કલાકની ઝડપ વધારવામાં સક્ષમ છે. તેની બેટરી 150KW ફાસ્ટ ચાર્જરની મદદથી માત્ર 28 મિનિટમાં 10 ટકાથી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે.