કોરોના વેક્સીનની વર્તાય અછત ગુજરાતથી લઈ દિલ્હી સુધી, અમદાવાદમાં માંગમાં 17% વધારો ઉભો થતાં આવી સમસ્યા

ચીન સહિત બીજા ઘણા દેશોમાં કોરોનાએ આગમન કરયા બાદ ભારતમાં સ્થિતિ એટલી સરળ દેખાઈ રહી નથી. કોરોના વેક્સીનની માંગ વધવાને કારણે મફત વેક્સીન મેળવવી મુશ્કેલ બની રહી છે. દિલ્હીમાં વેક્સિન ન મળવાને કારણે અનેક સરકારી કેન્દ્રોને તાળાં મારવા પડ્યા છે જ્યારે અમદાવાદમાં રસીની માંગમાં 17 ટકાનો વધારો થયો છે. ઉપરથી પુરવઠાના અભાવે લોકોને મફત રસી મળી રહી નથી. ધ હિન્દુના એક સમાચાર અનુસાર, દિલ્હીમાં કોવેક્સિનની માત્ર ત્રણ શીશીઓ બચી છે જ્યારે કોવિશિલ્ડ તો સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે. જો કે, ગયા અઠવાડિયે જ સીએમ અરવિંદ કેજરીવાલે લોકોને પ્રમોશનલ ડોઝ લેવાનું કહ્યું હતું.

પરંતુ માત્ર થોડા જ લોકો આ કરી શક્યા. રસીની અછતને કારણે દિલ્હીમાં ઘણા વેક્સિન સેન્ટરોને તાળા મારવા પડ્યા હતા. બીજી તરફ ઈન્ડિયન એક્સપ્રેસના એક સમાચાર મુજબ અમદાવાદમાં પણ રસીની માંગમાં 17 ટકાનો વધારો થયો છે. પરંતુ રસીના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  રાજ્યના એક ઉચ્ચ આરોગ્ય અધિકારીનું કહેવું છે કે, તેમને માહિતી મળી છે કે કેન્દ્ર તરફથી રસીનું કન્સાઈનમેન્ટ ગુજરાતમાં મોકલવામાં આવી રહ્યું છે.

તેમને મળ્યા બાદ રસીકરણ ઝડપથી શરૂ થશે. આ દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (આઇઆઇએસઇઆર), પુણેના ફેકલ્ટી સત્યજીત રથના જણાવ્યા અનુસાર ભારતમાં ચીન જેવી સ્થિતિ સર્જાવાની કોઇ શક્યતા નથી. ભારતની સ્થિતિ ચીન કરતા ખૂબ જ અલગ છે. ભારતમાં એક વર્ષ પહેલા જ ઓમિક્રોન વેરિયન્ટની લહેર જોવા મળી હતી. અમેરિકા અને બ્રિટનમાં હાલમાં વેક્સિનના બે ડોઝ લેનારાઓને ત્રીજો અને ચોથો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.