RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયામાં સુધારો કરવાની માગ, સંચાલક મંડળે શિક્ષણમંત્રીને સુધારા માટે કરી માગ

ગરીબ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને RTE હેઠળ એડમિશન આપવામાં આવે છે ત્યારે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ પ્રક્રિયામાં સુધારો કરવા માગ કરાઈ છે . ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળનાદ્વારા શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને પત્ર લખીને રજૂઆત કરાઈ છે, જેમાં RTE અંતર્ગત પ્રવેશ માટે એક વર્ગમાં 40 બાળકોની સંખ્યા ગણીને 25 ટકા લેખે 10 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ફાળવવામાં આવે છે પરંતુ તેમાં વધારો કરીને પ્રત્યેક વર્ગમાં 40 બાળકોની સંખ્યાને બદલે 60 બાળકોની સંખ્યા ગણીને પ્રવેશ આપવા માગ કરાઈ જેથી એક વર્ગમાં વધુ 5 બાળકોને પ્રવેશ આપી શકાય ઉપરાંતRTE માં પ્રવેશ મેળવવા વાલીની આવકમર્યાદામાં વધારો કરવા માગ કરાઈ છે. ગ્રામ્ય વિસ્તાર માં 1,20,000 રૂપિયા વાર્ષિક આવકને બદલે સંયુક્ત કુટુંબમાં રહેતા વાલીની 1,50,000 રૂપિયા આવકમર્યાદા કરવા ઉપરાંત શહેરી વિસ્તારમાં 1,50,000 રૂપિયા આવકમર્યાદાને બદલે 2,00,000 આવકમર્યાદા કરવા અપીલ કરાઇ. RTE માટે પ્રવેશ લેવા વાલીઓ 200 રૂપિયાના સ્ટેમ્પ પર નોટરાઈઝ સોગંદનામુ લેવા પણ અપીલ કરાઇ, સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા ડોક્યુમેન્ટ્સ ની ચકાસણી કરાવવા માગ કરાઈ છે..