કચ્છમાં શિક્ષણ વિભાગ દ્વારા તાલુકાકક્ષાએ અને જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોની યાદી જાહેર કરાઈ

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ડ કામગીરી કરનાર શિક્ષકોને ગુજરાત સરકાર તરફથી દર વર્ષે પારિતોષિક એનાયત કરવામાં આવે છે. શ્રેષ્ડ શિક્ષક પારિતોષિક અંતર્ગત આ વર્ષે કચ્છમાં તાલુકા અને જિલ્લાકક્ષાના શ્રેષ્ડ શિક્ષક પારિતોષિક ૨૦૨૨ અંતર્ગત શિક્ષકોની પસંદગી કરાઈ છે. જેમાં શૈક્ષણિક કર્મચારીઓની પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષક/એચ ટાટ/આચાર્ય/BRC-CRC/કેળવણી નિરીક્ષક એમ જુદી-જુદી કેટેગરી-વાઈઝ તાલુકા કક્ષા અને જિલ્લાકક્ષાના શ્રેષ્ડ શિક્ષકોનું સિલેક્શન કરવામાં આવ્યું છે. જિલ્લાકક્ષાએ ૪ શિક્ષકો અને તાલુકા કક્ષાના ૨૦ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. તાલુકાકક્ષાએ માત્ર પ્રાથમિક શિક્ષકોને પારિતોષિક આપવામાં આવે છે.

  તાલુકા અને જિલ્લાકક્ષાનાશ્રેષ્ડ શિક્ષક પારિતોષિક ૨૦૨૨ મેળવનાર શિક્ષકોની યાદી જાહેર કરાઈ છે. શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ડ કામગીરી કરનાર શિક્ષકોને ગુજરાત સરકાર તરફથી દર વર્ષે આ પ્રકારે પારિતોષિક એનાયત કરવામાંઆવે છે. શિક્ષકોને આ પારિતોષિક બદલ પ્રેરણા મળી રહે તે હેતુથી આ પ્રકારે આયોજન તાલુકા કક્ષાના શિક્ષકો માટે કરવામાં આવી છે જેમાં અત્યાર પૂરતા પ્રાથમિક શિક્ષકોને જ પારિતોષિક માટે પસંદ કરવામાં આવશે તે માટે વિવિધ કેટેગરી પ્રમાણે શિક્ષકોની કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ તેના આધારે શિક્ષકોને અમારી પારિતોષિક આપવામાં આવશે. જે ખાસ કરીને શિક્ષકો માટે ઘણી ગર્વની ક્ષણ કહી શકાય છે.
See also  રાજકોટમાં ફૂટબોલ રમી રહેલા 21 વર્ષના કૉલેજ સ્ટૂડન્ટ હાર્ટ એટેકથી ભેટ્યો મોતને