દાહોદ શહેરના સાંસીવાડ ખાતે એક મકાનમાં શ્રાવણીયો જુગાર રમી રહેલ ૧૦ જુગારીઓને પોલીસે ઝડપી પાડી અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૩૧,૦૭૦ અને ૧૦ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૬૪,૫૭૦નો મુદ્દામાલ કબજે કર્યા

દાહોદ શહેરના સાંસીવાડ ખાતે એક મકાનમાં શ્રાવણીયો જુગાર રમી રહેલ ૧૦ જુગારીઓને પોલીસે ઝડપી પાડી અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૩૧,૦૭૦ અને ૧૦ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૬૪,૫૭૦નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.

 દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ સાંસીવાડ પાસે રહેતાં અશોકભાઈ શંકરભાઈ સીસોદીયાના મકાનમાં શ્રાવણીયો જુગાર રમતાં હોવાની બાતમી દાહોદ પોલીસને મળતાં પોલીસે મકાનમાં ઓચિંતો છાપો મારતાં જુગાર રમી રહેલ આશિષભાઈ અનિલભાઈ રાયચંદ, વંદનભાઈ બદ્રીભાઈ સાંસી, શ્રવણકુમાર રાકેશભાઈ સીસોદીયા, ભરતભાઈ ફકીરભાઈ સાંસી, રાધેભાઈ રાકેશભાઈ સીસોદીયા, કુંન્દનભાઈ બદ્રીભાઈ સાંસી, દીલીપભાઈ સુરેશભાઈ સાંસી, અશોકભાઈ શંકરભાઈ સીસોદીયા, મોહમદ ઈકબાલ અબ્દુલ રશીદ શેખ અને વિશાલભાઈ વિનુભાઈ સાંસીનાઓને પોતાની ઝડપી પાડ્યાં હતાં અને તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૩૧,૦૭૦ તેમજ ૧૦ મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૬૪,૫૭૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત જુગારીઓ વિરૂધ્ધ દાહોદ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેધરી છે kay