ગુજરાત નું ગૌરવ : મહારાષ્ટ્ર ગવર્નર ભગતસિંહ કોશિયારી દ્વારા આમંત્રણ આપી સન્માનિત કરાઈ

ગુજરાત સહીત  સુરત શહેર ને ગૌરવ અપાવતી  સુરતની દીકરી પ્રોફેસર ડોક્ટર કૃતિ વજીર ને 75 માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત મહારાષ્ટ્ર ના ગવર્નર ભગતસિંહ કોશિયારી દ્વારા આમંત્રણ આપી સન્માન કરવામાં આવી  હતી….

 

પહેલા હંમેશા એકજ  વાક્ય સાંભળવા મળતું હતું કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે પરંતુ આજે તે સમીકરણ બદલાઈ ગયું છે જ્યાં આજે દરેક સફળ પુરુષની સાથે એક સ્ત્રી હોય છે. તેમાં કોઈ બે મત નથી જ્યાં સ્ત્રી આજે પોતાની કારર્કીદી એટલે કે કરિયરને મહત્વ આપતી સ્ત્રીઓ માટે આજની વુમન બનવું ખરેખર ચેલેન્જીગ હોય છે જ્યાં પુરુષો માત્ર ઘરની બહારની દુનિયામાં જીત મેળવવા ઝઝુમતા જોવા મળે છે. ત્યારે એ જ  સ્ત્રીને ઘર અને બહારના બંને મોરચા બાખૂબીથી સભાળવા પડે છે. ત્યારેજ તે સ્ત્રી પોતાની કઈક અલગ પહેચાન બનાવવામાં સફળ થતી હોય છે ત્યારે આજે આપણે વાત કરી રહ્યા છે ગુજરાતના સુરત શહેરની એક એવી દીકરી ની કે જેવો એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મ નિર્ભર ભારતના  આહવાને આગળ ધપાવી ગુજરાત સહીત સુરત શહેર અને પોતાના માતા પિતાનું નામ રોશન કરી બતાવ્યું છે…  જ્યાં જ્યાં સુરત ની દીકરી પ્રોફેસર ડોક્ટર કૃતિ વજીર ને 75 માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહારાષ્ટ્ર ગવર્નર ભગતસિંહ કોશિયારી દ્વારા આમંત્રણ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

 

સુરત શહેરની દીકરી પ્રોફેસર ડોક્ટર કૃતિ વજીર જે હાલ અલ્ટરનેટીવ મેડિસિન એનર્જી સાયન્સ, ટ્રેડિશનલ મેડિસિન પ્રેક્ટિસનર સાથે અલ્ટીનેટેડ હીલિંગ ડોક્ટર તરીકે મહારાષ્ટ્ર સાથે ગુજરાતમાં જાણીતા છે. ત્યારે આપણા સોવ માટે ગર્વ નું અનુભવ થાય તેમ પ્રોફેસર ડોક્ટર કૃતિ વજીર જે હાલ મહારાષ્ટ્ર પુણે પોલીસ હેડક્વોટર હોસ્પિટલ માં પોલીસ ના સ્ટ્રેસ પ્રોબ્લેમ ને હલ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારી દ્વારા સન્માનિત કરતા સુરત નું નામ પ્રોફેસર ડોક્ટર કૃતિ વજીરે રોશન કરી બતાવ્યું છે. અને જેમના દ્વારા  સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમર સાથે પણ અલ્ટરનેટીવ મેડિસિન બાબતે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે તેમને વધુમાં  જણાવ્યું હતું કે આવનારા સમયમાં સુરત શહેરની અંદર મેડિસિન પોતાનું સ્થાન જમાવે એવી આશાઓ વ્યક્ત કરી હતી.