મેઘરાજા થયા શાંત : તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદે વિરામ લીધો છે

તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાત તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો છે, બીજી તરફ જિલ્લામાં આવેલ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પણ ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે..

તાપી જિલ્લામાં વરસાદનું જોર ચોક્કસપણે છેલ્લા બે દિવસથી ઓછું થયું હોય તેવું લાગી રહ્યું છે, તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાત તાલુકાઓ પૈકી ડોલવણ તાલુકામાં 4 mm વરસાદ વરસ્યો છે, બાકીના તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો છે, બીજી તરફ જિલ્લામાં આવેલ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાં ઉકાઈ ડેમમાં પણ ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે,

ઉકાઈ ડેમના ઉપરવાસ માંથી સવારે 8-00 કલાકેથી પાણીનો આવરો આવી રહ્યો છે, જેને પગલે ડેમની સપાટી 333.78 ફૂટ પર પહોંચી હતી, જ્યાં ડેમના સત્તાધીશો દ્વારા ડેમનું જુલાઈ માસનું રુલ લેવલ 333 ફૂટ જાળવવાને માટે ડેમના દરવાજાઓ અને હાઇડ્રો પાવર વાટે ઉકાઈ ડેમ માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.. જેને પગલે ડેમ ની ડાઉન સ્ટ્રીમ તાપી નદીની આસપાસના વિસ્તારોને ફરી એલર્ટ કરવામાં આવ્યા હતા, જ્યાં મહત્વનું છે કે હાલ તાપી નદીમાં કોઈએ માછીમારી કરવા કે અન્ય કામ અર્થે ન જવું તેવું ફરમાન પણ વિભાગ દ્વારા જાહેર કરીને નદીની આસપાસના ગામોના તલાટી સહિતના વિભાગોને સૂચના આપવામાં આવી છે. પરંતુ આ તમામ સ્થિતિ વચ્ચે સુરત શહેરની જનતા માટે કોઈ પણ પ્રકારની ગભરાટ ની જરૂર નથી જેથી હાલ સુરત શહેર માટે કોઈ પણ ચિંતા જનક સમાચાર નથી.