સુરતમાં તાપી નદીમાં જોવા મળ્યો તિરંગાનો અનોખો રંગ, સુરતમાં ઓએનજીસી બ્રિજથી લઈને ઉમરા ઓવારા સુધી કાઢવામાં આવી તિરંગા યાત્રા, માં તાપીના પવિત્ર જળમાં સુરતીલાલાઓ એ 75 જેટલી હોળીઓ સાથે કરી તિરંગા યાત્રા.

સુરતમાં તાપી નદીમાં જોવા મળ્યો તિરંગાનો અનોખો રંગ, સુરતમાં ઓએનજીસી બ્રિજથી લઈને ઉમરા ઓવારા સુધી કાઢવામાં આવી તિરંગા યાત્રા, માં તાપીના પવિત્ર જળમાં સુરતીલાલાઓ એ 75 જેટલી હોળીઓ સાથે કરી તિરંગા યાત્રા. એટલું અનેરૂ અને સુંદર દ્રશ્ય કે તિરંગાનો પડછાયો પણ જાણે માં તાપીના ખોળામાં રચાયો જાણે તિરંગો માતાની ગોદમાં જોવા મળ્યો. તિરંગાના રંગો એ રીતે પ્રસરાયા કે ફક્ત વાતાવરણ અને નદીમાં જ નહીં સુરતી લાલાઓના મનમાં પણ ઝાંખી જોવા મળી. આ સાથે જય હિંદના નારા અને દેશભક્તિને લગતા નારા કાન માટે એક જુનુન પેદા કરી ગયા.એ જુનુન કાનમાં થઈને સીધું મનમાં દેશભક્તિની ભાવના કાયમ કરી ગયું. “સુરતના તાપી નદીમાં ઓએનજીસી બ્રિજથી લઈને ઉમરા ઓવારા સુધી આઝાદીના અમૃત મહોત્સવને સુરતીઓ એ હોડીમાં તિરંગો લઈને પ્રગટ કર્યો પોતાનો રાષ્ટ્રપ્રેમ.” એક જ ગીત ગુંજે છે સુરતમાં અને સુરતી લાલાઓના મનમાં લહેરાદો… લહેરાદો… હાં,આ વખતે આપણે ચોક્કસ એકમત ભારત નિહાળી રહ્યા છીએ.આવું મારું વતન કાયમ એકતાનું પ્રતીક બની રહે.
સુરતમાં તાપી નદીમાં જોવા મળ્યો તિરંગાનો અનોખો રંગ,

સુરતમાં ઓએનજીસી બ્રિજથી લઈને ઉમરા ઓવારા સુધી કાઢવામાં આવી તિરંગા યાત્રા,
માં તાપીના પવિત્ર જળમાં સુરતીલાલાઓ એ 75 જેટલી હોળીઓ સાથે કરી તિરંગા યાત્રા.