રાજ્યસભાની ખાલી થશે ત્રણ બેઠકો, એક બેઠક માટે રૂપાણી કે નીતિન પટેલની સંભાવના

ગુજરાતમાં 5 વર્ષથી વધારે સમય સુધી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જવાબદારીની સાતે કામ કરનારા વિજય રૂપાણી અને નીતિન પટેલનો એકાંતવાસ ટૂંક સમયમાં પૂરો થઈ શકે છે. પાર્ટીના બંને નેતા 2023માં જ રાજ્યસભામાં પહોંચી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. એવામાં જુલાઈના અંતમાં બંને નેતાઓને રાજ્યસભામાં મોકલવાની જાહેરાત થઈ શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બંને નેતા ચૂંટણી લડ્યા ન હતા. બીજેપીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવ્યા હતા. તો નીતિન પટેલ પાસે હાલમાં કોઈ મોટી જવાબદારી નથી.

ગુજરાતમાં રાજ્યસભાની 11માંથી 8 સીટ ભાજપ પાસે:
ગુજરાતમાં રાજ્યસભાની હાલમાં 11 સીટ છે. જેમાંથી 8 ભાજપ પાસે છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 3 જ બેઠક છે. બીજેપીની 8માંથી 3 બેઠકનો કાર્યકાળ ઓગસ્ટમાં પૂરો થઈ રહ્યો છે. હાલમાં આ બેઠક પર વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશચંદ્ર અનાવડિયા છે. સંભાવના છે કે વિદેશ મંત્રી એસ. જયશંકર ફરીથી ગુજરાતમાંથી રાજ્યસભા જશે. જ્યારે બીજી બે બેઠક માટે વિજય રૂપાણી અને નીતિન પટેલનું નામ સૌથી ઉપર છે.

See also  અમદાવાદમાં દીકરીને મારી નાખવાની ધમકી આપીને પત્નીને શરીર વેચવા મજબૂર કરી.

વિજય રૂપાણી એકવાર રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. જ્યારે 4 મુખ્યમંત્રીની સાથે કામ કરનારા નીતિન પટેલને તક મળશે તો તે પહેલીવાર રાજ્યસભા પહોંચશે.
હાલ રાજ્યસભાની કુલ 11 બેઠકો પૈકી 8 બેઠકો ભાજપ પાસે અને ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. રાજ્યસભાના ત્રણ સભ્યોની મુદ્દત પૂર્ણ થઇ રહી છે તેમાં ત્રણેય ભાજપના જ સભ્યો છે. આ બેઠકોમાં હાલ કેન્દ્રીય મંત્રી એસ જયશંકર, જુલગજી ઠાકોર અને દિનેશ અનાવાડિયા સભ્ય તરીકે ચાલુ છે. આ બેઠકોની ચૂંટણી આગામી જૂન કે જુલાઇ મહિનામાં આવે તેવી સંભાવના છે. પાર્ટી સૂત્રોએ જણાવ્યું હતું કે પૂર્વ સરકારના બે નેતાઓ વિજય રૂપાણી અને નીતિન પટેલ આ બેઠક માટેના દાવેદારો છે, જે પૈકી વિજય રૂપાણી અગાઉ 2006 થી 2012 દરમ્યાન રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યાં છે. 2024માં ચાર બેઠકો ખાલી પડશે.

2024ના એપ્રિલ મહિનામાં રાજ્યસભાની ચાર બેઠકો ખાલી પડશે, જે પૈકી બે બેઠકોમાં ભાજપના પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સભ્ય છે જ્યારે કોંગ્રેસમાંથી અમી યાજ્ઞિક અને નારણ રાઠવા સભ્ય છે. ભાજપના બન્ને સભ્યો કેન્દ્રીય મંત્રી છે. આ વર્ષમાં લોકસભાની સામાન્ય ચૂંટણી પણ આવી રહી છે.

See also  સુરતમાં રાતે ભારે પવનના કારણે 60 ઝાડ પડી ગયા, ફાયર વિભાગ સવાર સુધી દોડતું રહ્યું.