આ તેલથી વાળ થવા લાગે છે કાળા, રિઝલ્ટની તરત દેખાય છે અસર, આ રીતે બનાવો ઘરે

આજના આ સમયમાં મોટાભાગના લોકોના વાળ સફેદ થઇ રહ્યા છે. જો કે વાળ સફેદ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ખાસ કરીને સિઝન બદલાય એમ વાળ પર એની સૌથી મોટી અસર પડતી હોય છે. ચોમાસાની સિઝનમાં ભેજ રહેવાને કારણે વાળ ચીકણાં પડી જવા, વાળ ખરવા, વાળ તૂટવા, વાળમાં ખોડો પડવો..જેવી અનેક સમસ્યાઓ વધુ પ્રમાણમાં થવા લાગે છે. જો કે આજના આ સમયમાં વાળ કાળા કરવા માટે અનેક લોકો પાર્લરમાં જઇને જાતજાતની ટ્રિટમેન્ટ કરાવતા હોય છે. કોઇ વાળમાં મહેંદી નાંખે તો કોઇ વાળમાં ડાઇ કરે…જો કે આ બધું પછી સ્કિન માટે અનેક રીતે નુકસાનકારક છે, પરંતુ આજે અમે તમને જણાવી દઇએ કે જો તમે આ રીતે દૂધીનો ઉપયોગ કરશો તો તમારા વાળ કાળા થશે અને સાથે ઉતરતા પણ બંધ થશે…તો જાણો વાળમાં કેવી રીતે કરશો દૂધીનો ઉપયોગ…

  • સૌ પ્રથમ દૂધીને બરાબર ચોખ્ખા પાણીથી ધોઇ લો.
  • હવે કોપરેલનું તેલ લો અને એમાં દૂધીના કટકા કરીને નાંખો.
  • ત્યારબાદ આ તેલમાં મીઠા લીમડાના પાન નાંખો અને આ તેલને ધીમા ગેસે બરાબર ઉકાળો.
  • તેલ બરાબર ઉકળે એટલે કે અડધો કલાક સુધી ઉકળવા દો.
  • ત્યારબાદ ગેસ બંધ કરી દો.
  • જો બહાર તડકો હોય તો તમે બેથી ત્રણ દિવસ તડકામાં મુકો અને પછી ગળણીથી ગાળી લો.
  • તો તૈયાર છે દૂધીનું તેલ.
  • આ દૂધીનું તેલ તમારે દર બે દિવસે માથામાં નાંખવાનું રહેશે.
  • જો તમે આ તેલથી રેગ્યુલર મસાજ કરશો તો તમારા વાળ ત્રણથી ચાર મહિનામાં કાળા થશે અને સાથે તમારા વાળને લગતી અનેક સમસ્યાઓમાંથી પણ છૂટકારો મળશે.
  • દૂધી અને મીઠો લીમડો તમારા વાળને કાળા કરવાનું કામ કરે છે.
  • તેલ નાંખ્યા પછી ખાસ એ વાતનું ધ્યાન રાખો કે તમારા વાળ નાંખ્યા પછી બે દિવસમાં હેર વોશ કરી લેવાના છે. તેલ નાંખ્યાના ત્રણથી ચાર દિવસ પછી તમે હેર વોશ કરો છો તો તમારા વાળમાં ધૂળ જામી જાય છે અને વાળ ગંદા થાય છે. આ માટે હેર વોશ કરવા બહુ જરૂરી છે.