ઓસ્ટ્રેલિયન ટીમના આ સ્ટાર ખેલાડીએ કર્યા લગ્ન, શેર કરી સ્પેશ્યલ તસવીર

ઓસ્ટ્રેલિયન ટીમના સ્ટાર સ્પિનર નાથન લિયોને પોતાની લોન્ગ ટાઇમ પાટર્નર એમ્મા મૈકાર્થી સાથે લગ્ન કર્યા છે. લિયોનના લગ્નની તસવીર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. લિયોનના નામે ઓસ્ટ્રેલિયા માટે 110 ટેસ્ટ મેચમાં 438 વિકેટ છે. તે શેન વોર્ન પછી ઓસ્ટ્રેલિયાનો સૌથી વધુ વિકેટ ઝડપનાર સ્પિન બોલર છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર નાથન લિયોને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીર શેર કરીને આ જાણકારી આપી હતી. શેર કરવામાં આવેલી તસવીરમાં એમ્મા સુંદર વેડિંગ ગાઉન અને લિયોન બ્લેક કલરની ટક્સીડો સૂટ સાથે સફેદ શર્ટ પહેરેલો જોવા મળે છે.

છેલ્લા પાંચ વર્ષથી એમ્માને ડેટ કરી રહેલા લિયોને એક રોમાંટિક સમારંભમાં લગ્ન કર્યા હતા. આ દરમિયાન એમ્મા અને લિયોનના પરિવારના સભ્ય અને મિત્ર હાજર રહ્યા હતા. રિપોર્ટ અનુસાર લિયોન અને એમ્માની સગાઇ 2021માં થઇ હતી. જ્યારે એમ્માને વેડિંગ ફિંગરમાં એક સુંદર હીરાની વીંટી પહેરેલી જોવામાં આવી હતી.

લંકા વિરૂદ્ધ સીરિઝમાં ટીમનો ભાગ હતો લિયોન

ઓસ્ટ્રેલિયન સ્પિનરે તાજેતરમાં શ્રીલંકા વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝમાં પોતાની 438મી વિકેટ ઝડપી હતી. આ સાથે જ લિયોન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં ટોપ-10માં આવી ગયો છે. આ લિયોન માટે એક યાદગાર ક્ષણ હતી કારણ કે વર્ષ 2011માં ગોલમાં જ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પ્રથમ વિકેટ ઝડપી હતી.

ડેબ્યૂ બોલ પર સંગાકારાની લીધી હતી વિકેટ

નાથન લિયોને તે દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના પ્રથમ બોલ પર શ્રીલંકાના મહાન બેટ્સમેન કુમાર સંગાકારાને આઉટ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ બેટ્સમેન માઇક હસીએ લિયોનની ડેબ્યૂ ગેમને યાદ કરી હતી અને કહ્યુ કે આ પ્રથમ બોલ ફેક્યા પહેલા ગભરાયેલો લાગતો હતો.

માઇક હસીએ ફોક્સ સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ, જ્યારે તે પોતાના પ્રથમ બોલ ફેકવા જઇ રહ્યો હતો તો મને આશા હતી કે તે સારી શરૂઆત કરશે અને પોતાના પ્રથમ બોલને યોગ્ય જગ્યાએ ફેકશે. તે વાસ્તવમાં ગભરાયેલો હતો. તે એક નર્વસ માણસ છે.