આટલી હશે મારુતિ ગ્રાન્ડ વિટારાની કિંમત, એક લિટરમાં 28 KM સુધીની કરી શકશો મુસાફરી

ગ્રાન્ડ વિટારા એક મિડિયમ સાઇઝની એસયુવી છે અને તે મારુતિ સુઝુકીની પહેલી કાર હશે જે હાઇબ્રિડ એન્જિન સાથે આવશે. આ કારણે કારની માઈલેજ પણ ઘણી સારી છે. મારુતિ સુઝુકી કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ SUV માત્ર એક લીટર પેટ્રોલમાં 28 કિલોમીટર સુધી ચાલશે.

મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાનું પ્રી-બુકિંગ 11 જુલાઈથી શરૂ થઈ ગયું છે. આ નવી SUVને માત્ર 11,000 રૂપિયામાં બુક કરાવી શકાય છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે એકવાર ટેંક ફૂલ જાય તો આ SUV 1,200 કિમીનું અંતર કાપી શકે છે. એટલે કે, જો તમે દિલ્હીમાં ટાંકી ભરો છો, તો તમે ક્યાંય રોકાયા વિના સીધા બિહાર જઈ શકો છો.

ગ્રાન્ડ વિટારા મારુતિની બીજી SUV હશે જે સનરૂફ ફીચર સાથે આવશે. અગાઉ કંપનીએ નવી બ્રેઝામાં સનરૂફ આપ્યું હતું. પેનોરેમિક સનરૂફ ઉપરાંત ગ્રાન્ડ વિટારામાં 360-ડિગ્રી કેમેરા મળશે. જેના કારણે ડ્રાઇવરને કાર ચલાવવામાં સરળતા રહે છે. કંપનીએ નવી બલેનો અને બ્રેઝા જેવી હેડ-અપ ડિસ્પ્લે પણ આપી છે.

કંપની આ નવી SUV ગ્રાન્ડ વિટારામાં વેન્ટિલેટેડ સીટ, મલ્ટિપલ ડ્રાઇવિંગ મોડ્સ જેવા ફિચર પણ ઓફર કરી રહી છે. મારુતિ સુઝુકીનો દાવો છે કે આ SUV કોઈપણ હવામાન અને પ્રદેશમાં ખૂબ જ સરળતાથી ચલાવી શકાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેનું ઉત્પાદન ઓગસ્ટમાં શરૂ થશે. જ્યારે વેચાણ આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે.

મારુતિની આ SUVને 6 કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે ગ્રાન્ડ વિટારામાં EV મોડ મળશે. આમાં કાર સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક મોટરથી ચાલે છે. બેટરી ઇલેક્ટ્રિક મોટરને પાવર આપે છે, ત્યારબાદ મોટર વ્હીલ્સને પાવર આપે છે. આ પ્રોસેસ કોઈ પણ અવાજ વિના ચાલુ રહે છે. ગ્રાન્ડ વિટારા ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રીક હાઇબ્રિડ પાવરટ્રેન ટોયોટા પાસેથી લેવામાં આવી છે.