તિરંગા યાત્રા : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શુક્રવારે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

પ્રધાનમંત્રી શ્રી.નરેન્દ્રભાઈ મોદીના અભિયાન ને વધુ વેગ વંતુ બનાવા માટે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ મનાવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અનેક જગ્યા એ તિરંગા યાત્રા નું આયોજન રોજે રોજ થઇ રહ્યું છે ત્યારે આ  આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ વર્ષની ઉજવણી નિમિતે હર ઘર તિરંગા અભિયાન હેઠળ લોક જાગૃતિના ભાગરૂપે  સ્વનિર્ભર શાળા સંચાલક દ્વારા પણ એક મોટું આયોજન કરવામાં આવ્યું છે , જ્યાં આગામી શુક્રવારના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે,

 

જ્યાં મહત્વનું છે કે આ અંગે વિસ્તૃત માહિતી બાબતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં પત્રકાર પરિષદમાં જણાવ્યા અનુસાર ભવ્ય તિરંગા યાત્રા આગામી જે આગામી તારીખ ૧૨મી એટલે કે શુક્રવારના રોજ સવારે ૮;30 કલાકે કાપોદ્રા ખાતે આવેલી ધારુકાવાળા કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી નીકળશે, અને વરાછા, મિનીબજાર, થઇ શરદાર ચોક ખાતે આ ભવ્ય તિરંગા યાત્રાનું સમાપન થશે, જ્યાં આ તિરંગા યાત્રામાં અંદાજે ૪૫૦ થી વધુ શાળાના સંચાલકો, આચાર્ય, શિક્ષક મિત્રો, અને વિદ્યાર્થીઓ સ્કાઉટ બેન્ડ અને ડીજેના તાલે ભવ્ય તિરંગા યાત્રામાં સહભાગી બનશે. ત્યારે આ ઉપરાંત ૫૦ જેટલા બુલેટ અને ૨૦૦ જેટલી બાઈક સાથે આ તિરંગા યાત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે મહત્વનું છે કે આ તિરંગા યાત્રામાં અંદાજે બે હજાર લોકો જોડાશે અને પોતાની દેશ પ્રેમની લાગણી દર્શાવશે.

See also  રાજકોટમાં ફૂટબોલ રમી રહેલા 21 વર્ષના કૉલેજ સ્ટૂડન્ટ હાર્ટ એટેકથી ભેટ્યો મોતને