આજે દિલ્હીમાં 73 ટકા લોકોના ઘરોમાં વીજળીનું બિલ જીરો આવે છે. પંજાબમાં પણ જીરો બિલ આવ્યા કરશે

72થી 80 ટકા લોકોના વીજળી બિલ ખોટા આવે છે. આ એક સ્કેન્ડલ છે. હજારો વીજળીના બિલ ઠીક કરાવવા માટે લોકોને ચક્કર કાપવા પડે છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે,  7 વર્ષથી વીજળીનો રેટ નથી વધ્યો, પૈસા બચાવી, ભ્રષ્ટાચાર બંધ કરી અમે વીજળીમાં સબસિડી આપી છે. જ્યારે દિલ્હીમાં વીજળી ફ્રી થઈ ત્યારે બધા નેતાઓ કહેવા લાગ્યા, દિલ્હી નાની જગ્યા છે મોટા સ્ટેટમાં ના થઈ શકે આજે પંજાબમાં પણ કરી દીધી છે.

જ્યારે હું પંજાબમાં જતો હતો ત્યારે તમામ કેલ્ક્યુલેશન કરીને જતો હતો. પંજાબમાં કેવી રીતે વીજળી ફ્રી કરી શકશો, પંજાબ પર દેવું છે સહીતના સવાલો વિપક્ષી પાર્ટીઓએ લગાવ્યા હતા. 3 મહિના થયા છે સરકાર બન્યાને અને 1 જુલાઈથી વીજળી ફ્રી થઈ ગઈ છે. 31 ડીસેમ્બર 2021ના જેટલા પણ વીજળી બિલ હતા એ બધા જ માફ કરી દીધા.

72થી 80 ટકા લોકોના વીજળી બિલ ખોટા આવે છે. આ એક સ્કેન્ડલ છે. હજારો વીજળીના બિલ ઠીક કરાવવા માટે લોકોને ચક્કર કાપવા પડે છે. 50 હજાર બિલ મોકલી લોકોને કહેતા 5 જહાર રુપિયા આપો તો વીજળીનું બિલ ઓછું કરી દઈશું. આજે દિલ્હીમાં 73 ટકા લોકોના ઘરોમાં વીજળીનું બિલ જીરો આવે છે. પંજાબમાં પણ જીરો બિલ આવ્યા કરશે. 2થી 2.5 વર્ષમાં 24 કલાક વીજળી મળશે, ખેડૂતોને પણ વીજળી આપીશું. 24 કલાક ફ્રી વીજળી આ જાદુ નથી પરંતુ અમારી નિયત ઠીક છે અને અમે ઈમાનદાર લોકો છીએ. અમે જનતાના હિતમાં કામ કરીએ છીએ.

ગુજરાતમાં પણ 24 કલાક વીજળી મળશે તમારે શરત એટલી છે સરકાર બદલવી પડશે. ફ્રી વીજળી આપવામાં આવશે તો લૂંટવા માટે પૈસા નહીં રહે તેવું તેઓ વિચારી રહ્યા છે. ગુજરાતની વીજળીની સમસ્યાનું સમાધાન લઈને આવીશું અને ગાંધી અને સરદારનું ગુજરાત ફરીથી મળીને બનાવીશું.