સાવધાન! ગૂગલ પ્લે સ્ટોરમાંથી 50થી વધુ ‘ખતરનાક એપ્સ’ દૂર કરાઈ, શું તમે તો તેનો ઉપયોગ નથી કરતાને?

એન્ડ્રોઇડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર દ્વારા એપ્સ ડાઉનલોડ કરે છે. જ્યારે iPhone યુઝર્સ એપ સ્ટોર પરથી એપ્સ ડાઉનલોડ કરી શકે છે. એપલની જેમ ગૂગલ પણ એપ્સને પ્લે સ્ટોર પર લિસ્ટિંગ કરતા પહેલા તેની સિક્યોરિટી ચેક કરે છે. પરંતુ કેટલીકવાર સ્કેમર્સ પ્લે સ્ટોર પર માલવેર એપ્સ લિસ્ટ કરાવી દે છે.

આ એપ્સ યુઝર્સનો માત્ર ડેટા ચોરી જ નથી કરતી પણ તેમના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવાની કોશિશ પણ કરે છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. ક્લાઉન્ડ સિક્યોરિટી કંપની Zscaler એ આ અંગે જાણકારી આપી છે.

એક નવા રિપોર્ટ અનુસાર ગૂગલે પ્લે સ્ટોરમાંથી 50થી વધુ એપ્સને હટાવી દીધી છે કારણ કે આ એપ્સમાં માલવેર જોવા મળ્યું હતું. રિપોર્ટમાં, Zscalerએ કહ્યું કે તેની ThreatLabz ટીમને Google Play પરની કેટલીક એપ્સમાં માલવેર મળ્યા છે. આ એપ્સ ત્રણ માલવેર જોકર, ફેસસ્ટીલર અને કોપરથી પ્રભાવિત થયા હતા.

રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે મોટાભાગની એપ્સમાં જોકર માલવેર જોવા મળ્યો છે. આ માલવેર ખૂબ જ ખતરનાક છે. આ માલવેર દ્વારા એન્ડ્રોઇડ યુઝર્સને ટાર્ગેટ કરવામાં આવે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જોકર માલવેર ગૂગલના ઓફિશિયલ એપ સ્ટોર પર જગ્યા બનાવી લે છે.

આ માટે સ્કેમર્સ તેનો ટ્રેસ કોડ અપડેટ કરે છે. આ માલવેર SMS, કોન્ટેક્ટ લિસ્ટ અને ડિવાઇસની માહિતી ચોરી કરે છે. આ ઉપરાંત તે યુઝર્સને પ્રીમિયમ વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ (WAP) માટે સાઇન ઇન કરવા દે છે.

સારી વાત એ છે કે ગૂગલે જાણ થતાં જ આ એપ્સને હટાવી દીધી હતી. પરંતુ આનાથી સમસ્યા હલ થઈ ન હતી કારણ કે હજારો લોકોએ આ એપ્સ ડાઉનલોડ કરી હતી.

આ એપ્સમાં માલવેર જોવા મળ્યા છે:-

-Simple Note Scanner

-Universal PDF Scanner

-Private Messenger

-Premium SMS

-Smart Messages

-Text Emoji SMS

-Blood Pressure Checker

-Funny Keyboard

-Memory Silent Camera

-Custom Themed Keyboard

-Light Messages

-Themes Photo Keyboard

-Send SMS

-Themes Chat Messenger

-Instant Messenger

-Cool Keyboard

-Fonts Emoji Keyboard

-Mini PDF Scanner

-Smart SMS Messages

-Creative Emoji Keyboard

-Fancy SMS

-Fonts Emoji Keyboard

-Personal Message

-Funny Emoji Message

-Magic Photo Editor

-Professional Messages

-All Photo Translator

-Chat SMS

-Smile Emoji

-Wow Translator

-All Language Translate

-Cool Messages

-Blood Pressure Diary

-Chat Text SMS

-Hi Text SMS

-Emoji Theme Keyboard

-iMessager

-Text SMS

-Camera Translator

-Come Messages

-Painting Photo Editor

-Rich Theme Message

-Quick Talk Message

-Advanced SMS

-Professional Messenger

-Classic Game Messenger

-Style Message

-Private Game Messages

-Timestamp Camera

-Social Message

 

જો તમે પણ આ એપ્સ ડાઉનલોડ કરી હોય તો તરત જ ડિલીટ કરી દો.