શું મહારાષ્ટ્રમાં ફરી એક વખત સરકાર પડી જશે ? શું થઇ કોર્ટમાં દલીલો ?

મહારાષ્ટ્રમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી રાજકીય લડાઈ પર આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી થઈ હતી. આ કેસમાં કુલ પાંચ અરજીઓ દાખલ કરવામાં આવી છે. એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ અને વિધાનસભાના અધ્યક્ષ બધાને તેમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

ચીફ જસ્ટિસ એનવી રમના પોતે આ મામલાની સુનાવણી કરી રહ્યા છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક સિંઘવીએ કોર્ટમાં ઉદ્ધવ ઠાકરેનો પક્ષ રજૂ કર્યો હતો. એકનાથ શિંદે વતી હરીશ સાલ્વે, મહેશ જેઠમલાણી, નીરજ કિશન કૌલ કોર્ટમાં હાજર થયા હતા. રાજ્યપાલના વકીલ તુષાર મહેતાએ પોતાની વાત રજૂ કરી હતી.કોર્ટમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી. બંનેએ પોતપોતાના દાવા રજુ કર્યા. આ દરમિયાન ચીફ જસ્ટિસે ઘણી ટિપ્પણીઓ પણ કરી હતી.

ઉદ્ધવ ઠાકરેના વકીલોએ શું કહ્યું?

સુનાવણી દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથે સૌથી પહેલા પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ઠાકરે જૂથના વકીલ કપિલ સિબ્બલે કહ્યું, જો બે તૃતીયાંશ ધારાસભ્યો શિવસેનાથી અલગ થવા માંગે છે, તો તેઓએ કોઈની સાથે ભળવું પડશે અથવા નવી પાર્ટી બનાવવી પડશે. તેઓ એમ ન કહી શકે કે તેઓ મૂળ પક્ષના છે. જેના પર ચીફ જસ્ટિસે પૂછ્યું કે તમે કહી રહ્યા છો કે તેમણે ભાજપમાં ભળી જવું જોઈએ કે અલગ પાર્ટી બનાવવી જોઈતી હતી?

રાજ્યપાલના વકીલે પણ દલીલો કરી હતી

રાજ્યપાલ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. લોકો એક વિચારધારા પસંદ કરે છે. એક ગઠબંધનમાં ચૂંટણી લડીને બીજા સાથે સરકાર બનાવવી એ ખોટું છે. રાજેન્દ્રસિંહ રાણા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો આ ભાવાર્થ છે.

તો શું શિંદે સરકાર પડી જશે? શિવસેના કોને મળશે?

સુપ્રીમ કોર્ટમાં બંને પક્ષો એકબીજા પર જોરદાર નિશાન સાધી રહ્યા છે. બંનેનો દાવો છે કે શિવસેના તેમની પાર્ટી છે. આવા કિસ્સામાં કોર્ટ શું નિર્ણય આપી શકે? શું શિંદે સરકાર પડી જશે? શિવસેનાને કોણ સંભાળશે? પાંડે વધુમાં જણાવ્યું હતું કે શિંદે ભલે વિધાનસભામાં બહુમતી સાબિત કરી દે પરંતુ શિવસેના પર દાવો કરવા માટે તેમને પાર્ટીના નેતાઓના સમર્થનની જરૂર પડશે. જો તેમને પાર્ટીના વધુ નેતાઓનું સમર્થન મળે તો તેમને શિવસેના મળી શકે તેમ છે.