Year Ending 2022: આ અભિનેતાઓ 2022માં નેટવર્થના મામલે રહ્યા સૌથી આગળ, જાણો કોણ કોણ છે

આજે બોલિવૂડની ફિલ્મો આખી દુનિયામાં જોવામાં આવે છે ઉપરાંત લોકો બોલિવૂડ સ્ટાર્સને પણ પસંદ કરે છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા અબજીનેતાઓ છે જેમની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ હોલીવૂડના પોપ્યુલર સ્ટાર્સ કરતા પણ વધારે છે. માત્ર ફેન ફોલોઈંગ જ શા માટે, કમાણીની બાબતમાં પણ ઘણા એવા અભિનેતાઓ છે જેમની નેટવર્થ આસમાને છે. વર્ષ 2022 પૂરું થવા જઈ રહ્યું છે. બોલિવૂડ માટે આ વર્ષ ઘણી રીતે મહત્વપૂર્ણ હતું. કોરોના પછી બોલિવૂડની ફિલ્મો ફરી એકવાર ટ્રેક પર આવવા લાગી છે. તો જાણો વર્ષ 2022માં ક્યા બોલિવૂડ એક્ટર્સ કમાણીની બાબતમાં રહ્યા બાદશાહ.

અક્ષય કુમાર – બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર એક વર્ષમાં ઘણી ફિલ્મો કરવા માટે જાણીતો છે. કોરોનાકાળ પછી તેની ફિલ્મોનો ચાર્મ પણ બોક્સ ઓફિસ પર થોડો ઓછો થયો છે. અક્ષય કુમાર ફરીથી બોક્સ ઓફિસના ટ્રેક પર કમબેક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ આ દરમિયાન તેણે ઓટીટી પ્લેટફોર્મ પર કેટલીક ફિલ્મો કરી છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી લક્ષ્મી, રક્ષાબંધન અને અતરંગી રે જેવી તેની ફિલ્મો ફેન્સને પસંદ આવી હતી. અક્ષય કુમારની નેટવર્થ પણ 370 મિલિયન ડોલર છે.

See also  'પઠાણ'એ ઓપનિંગ વીકએન્ડ પર રચ્યો ઈતિહાસ, 5માં દિવસે કમાણીમાં રેકોર્ડ બ્રેક ઉછાળો

આમિર ખાન– ઈન્ડસ્ટ્રીના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન વિશે એવું કહેવાય છે કે કમાણીના મામલે તેમનાથી વધુ બુદ્ધિશાળી કોઈ નથી. એક્ટરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાડા ત્રણ દાયકાથી વધુ સમય પસાર કર્યો છે. એક પ્રોડ્યુસરના પરિવાર સાથે સંબંધિત હોવાને કારણે એક્ટર તેની ફિલ્મોના પ્રમોશનને લઈને ઘણી યુક્તિઓ અપનાવે છે. વર્ષ 2022માં આમિરની કુલ નેટવર્થ 230 મિલિયન ડોલર હતી.

સૈફ અલી ખાન– બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન પાસે પૈસાની કોઈ કમી નથી. નવાબ પરિવાર સાથે જોડાયેલા હોવા છતાં પણ એક્ટરે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આજે તેને ઈન્ડસ્ટ્રીમાં જોરદાર રોલ મળી રહ્યા છે. ઘણી ભૂમિકાઓ છે જે ખાસ તેના માટે લખવામાં આવી રહી છે. છેલ્લી કેટલીક ફિલ્મોની વાત કરીએ તો સૈફની લાલ કપ્તાન, તાન્હાજી, ભૂત પોલીસ અને બાજાર જેવી કેટલીક ફિલ્મો છે જેને ફેન્સે પસંદ કરી હતી અને તેની એક્ટિંગના વખાણ કર્યા હતા. કમાણીના મામલામાં એક્ટર ટોપ ટેનમાં સામેલ છે અને વર્ષ 2022માં સૈફ અલી ખાનની નેટવર્થ 150 મિલિયન ડોલર છે.

See also  'પઠાણ'એ ઓપનિંગ વીકએન્ડ પર રચ્યો ઈતિહાસ, 5માં દિવસે કમાણીમાં રેકોર્ડ બ્રેક ઉછાળો

રણબીર કપૂર– બોલિવૂડનો ચોકલેટી હીરો રણબીર કપૂર એક વર્ષમાં વધુ ફિલ્મો કરતો નથી. પરંતુ તે જે ફિલ્મો કરે છે તેની ફેન્સ હંમેશા રાહ જુએ છે અને દર્શકો પણ તેમની ફિલ્મોનું જોરદાર સ્વાગત કરે છે. કમાણીની બાબતમાં પણ એક્ટરે પોતાનું સ્ટેટસ જાળવી રાખ્યું છે અને ઓછી ફિલ્મો કરવા છતાં તે બોલિવૂડના સૌથી અમીર એક્ટરના ટોપ ટેન લિસ્ટમાં સામેલ છે. તેની કુલ નેટવર્થ 45 મિલિયન ડોલર છે.

અજય દેવગન– 3 દાયકાથી લોકોના દિલ પર રાજ કરનાર અજય દેવગન પોતાની સ્ટાઈલ માટે જાણીતા છે. પછી તે એક્શન ફિલ્મો હોય, સિરીયસ ફિલ્મો હોય કે કોમેડી હોય. અજય દેવગનનો દરેક જોનરમાં સરળતાથી કામ કરે છે અને તે કોઈપણ રોલમાં ફિટ થઈ જાય છે. કમાણીના મામલે પણ અજય દેવગન આગળ છે. તેની કુલ નેટવર્થ 40 મિલિયન ડોલર છે.

રણવીર સિંહ– ઈન્ડસ્ટ્રીના રાઈઝિંગ સુપરસ્ટાર રણવીર સિંહનો ચાર્મ દરેક જગ્યાએ છે. રણવીર સિંહ, તેની એનર્જી અને વર્સેટિલિટી માટે જાણીતો છે, તે છેલ્લા દાયકાનો સૌથી સફળ એક્ટર્સમાંથી એક છે. આ દરમિયાન રણવીરે સિમ્બા, ગલી બોય, પદ્માવત અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને ફેન્સને ઈમ્પ્રેસ કર્યા છે. કમાણીના મામલામાં તે ભલે તેની પત્ની દીપિકા પાદુકોણથી પાછળ રહી ગયો હોય, પરંતુ તે વર્ષ 2022ના ટોપ 10 એક્ટર્સના લિસ્ટમાં સામેલ છે. તેમની કુલ નેટવર્થ 35 મિલિયન ડોલર છે.

See also  'પઠાણ'એ ઓપનિંગ વીકએન્ડ પર રચ્યો ઈતિહાસ, 5માં દિવસે કમાણીમાં રેકોર્ડ બ્રેક ઉછાળો